Sunday, May 17, 2020

જયાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ હશેજ(હોયજ) ગાઠીયા.

અત્ર.. તત્ર..સર્વત્ર..ગાઠીયા..
જયાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ હશેજ(હોયજ) ગાઠીયા...
સૌરાષ્ટ્રનું એકમાત્ર લોકવ્યનજન એટલે ગાઠીયા...સૌરાષ્ટ્રના નાનામાં નાના કસ્બા કે ગામડાથી લઇને લંડનના લેસ્ટર સુધીગુજરાતી પોતાની સાથે સાથે પોતાની આગવી ઓળખ ગાઠીયા લેતો ગયો..અને ત્યાંના પ્રાદેશિક લોકો ને ચસ્કો લગાડતો ગયો..સૌરાષ્ટ્રના આર્થિક રીતે નબળા લોકો ની જરૂરિયાત (બાળપણના સમયમાં મહેનતકશ માણસો ને મેં ગાઠીયા સાથે ગોળ ખાતા જોયા છે તેમાંથી તે શક્તિ મેળવી મહેનત ના કામ કરતો)અને સામાન્યથી..સમૃદ્ધલોકો નું મોભા નું પ્રતિક છે આ ગઠિયા.સૌરાષ્ટ્રનું એકપણ પરિવાર એવો નહીં હોયકે જેના ઘરમાં અમુક-અમુક દિવસે અકારણ ગાઠીયા ખવાતા નહીં હોય.
      


Fafda -Pata-Gathiya
           સૌરાષ્ટ્ની કોઈપણ જ્ઞાતિ કે વર્ગ નો શુભ કે અશુભ પ્રસંગ હોય..અને ઘરે રસોયાભાઈ રસોય બનાવવાના હોય તો પહેલા,શુકનના ગાઠીયા બને..જે..ત્રણ ચાર દિવસ મહેમાનો દરરોજ નાસ્તામાં પીરસાય અને ખવાય,હવે નવી પ્રણાલી પ્રમાણે લગ્ન પ્રસંગમાં પણ ગરમા-ગરમ ગાઠીયા જલેબી પીરસવામાં આવેછે..
                   ગાઠીયા વ્યન્જનોમાં પારસી કોમ જેવા છે,જેમ પારસી કોમ દૂધમાં સાકર ભળે તેમભળી જાય તેમ ગાઠીયા ગમે તે વસ્તુ સાથે સહજતા થી ભળી જાય..તીખામાં-તીખા મરચા હોય..મધ મીઠી જલેબી..બટેટાની ચિપ્સ હોય ..ડુંગળી હોય..લાડવા હોય..બરફી કે પેંડા હોય સાંભરા પછી તે ચીભડા કોબીજ..ગાજર કે કાચા પોપૈયાનોહોય ..ઘરે જ્યારે પરિવાર સાથે ગાઠીયા ખવાતા હોયત્યારે..ટાઢી રોટલી ..ભાખરી ..કે રોટલા સાથે  ચા ની ચૂસકી સાથે લોકો મોજથી ખાય છે..
Valena-Gathiya
                    ગાંઠિયાની સંગત અલગ અલગ જગ્યાએ અલગ અલગ પ્રકારની હોય છે.પરંતુ ગઠિયા સાથે મરચાની સંગત સર્વવ્યાપી છે.."ગાઠીયા મરચા'  એટલે "સીતારામ" "રાધ કૃષ્ણ" " ખેમરો લોડણ" "હિર રાઝા" સિરી ફરહાદ"જેવી જોડી..
                     પુણ્ય કમાવા માટે જેમ પશુ ને લીલો ઘાસચારો ખવડવામાં આવેછે તેમ .કાગડા કૂતરાને ગાઠીયા ખડવામાં આવેછે..
                      હું નાનો હતો ત્યારે મારા કાકા(બાપુજી)સાથે શાક લેવા જતો ત્યારે  અમારા ઘરથી શાકમાર્કેટ જતા રસ્તામાં ખોડપરા મેઈન રોડપર શંકરની દેહરી પાસે ભાનુંશંકર પંડ્યા (ભાનુભાઈ કંદોઇ) ની દુકાન આવતી ત્યાંથી એક રૂપિયા ના પાકો શેર એટલે આજના કિલો થાય કાચોશેર એટલે 500 ગ્રામ દશાંશ પદ્ધતિ ત્યારે અમલ ના હતી.. મારા કાકા ખરીદતા અને ભાનુભાઈ થાળ માં જેટલા ગાઠીયા હોય તે બધા ટાઢા ગાઠીયા આપી દેતા  ...!!! ...અમે બધા કાગડા કૂતરા ને ખવડાવતા...અને ભનુભાઈ ગરમ ગરમ ગાઠીયા ઉતારવાની શરૂઆત કરતા..ત્યારે જે ચણાના લોટ હિંગ અજમાંની વરાળ ની સુગંધ આવતી જે અત્યારે પણ મન બાગ બાગ કરી મુકેછે... !!!
પહેલાના સમયમાં ગરમ ગાઠીયા નો નક્કી કરેલો સમય રહેતો હતો.. ત્યારે જ મળતા હતા..
               ધોરાજી ગામથી રાતે 12 વાગ્યે કે 2 વાગ્યે પણ ગરમ ગરમ ગાઠીયા મળવાની પ્રથા ચાલુ થઈ જે ધીમે ધીમે આખા સૌરાષ્ટ્રમાં પ્રસરી ગઈ..એટલેજ રાત્રી ગાઠીયા બાઝરનું પિતામહ ધોરાજી જ ગણાય..
                  એટલેજ આજે સૌરાષ્ટ્રમાં ગરમ ગાઠીયાનું જ પ્રચલનછે..નામી ગાંઠિયાની દુકાને તૈયાર ગાઠીયા મળે જે લાંબો સમય ડબામાં ભરી  રાખી શકાય અને ખાઈ શકાય...બાકીના રેંકડી ના તાજે તાજા ખાઈ શકાય જે સાચવી લાંબો સમય રાખી ના શકાય.. નામી દુકાનના ગાઠીયા ધીમા તાપે સંપૂર્ણ તડવામાં આવે ...જયારે રેકડીમાં ઝડપથી તેલમાં તળી કાઢી લેવામાં આવે એટલે તે ગાંઠિયા વરાળથી બફાઈ જાય.. રેકડીનો ગાઠીયા "તળેલા બાફેલા" ગાઠીયા કહેવાય..હૃદય રોગના દર્દી માટે આ ગાઠીયા શ્રેષ્ઠ ગણાય..અત્યારે બઝાર માં બાલાજી..ગોપાલ એવન જેવી કંપની ના 50..100..ગ્રામ થી લઇ એક કિલોના ફ્રેશ પેકીંગ મળે છે..
                  છેલ્લામાં છેલ્લા ગાઠીયા સુધી ગરમ ગાઠીયાનોસ્વાદ લેવાની રીત કે કળા મારા પારિવારિક મિત્ર કિશોર મશરૂ પાસે થી શીખવા મળી ... જ્યારે  પાંચ -સાત  મિત્રો ખાવા જાવ ત્યારે 750 ગ્રામ ખાવા છે ત્યારે રેકડીવાળા ને 150 ગ્રામ નો ઓર્ડર આપે ત્યરે કહે કે 150..150 ગ્રામ ચાર વાર બનાવ પાચમીવર પૂછી લે જે જરૂર હોય તો બનાવડાવે નહીતો પૂરું..આમ છેલ્લા ગાઠીયા સુધી ગરમ ગાઠીયા ખાવા મળતા..
                 આમ જોવા જાઈયેતો ગાઠીયાના મૂળ તત્વ પાણી,ચણાનો લોટ,સીંગતેલ(કોઈપણ તેલ ચાલે પણ ઉત્તમ સીંગતેલ છે),મીઠું,ખારો, સંચળ.. વધારાના સ્વાદ માટે અજમાં,મારી આખા,મરીનો પાવડર,લાલ મરચાનો પાવડર..હમણાં હમણાં મેથીની ભાજીનો પણ ઉપયોગ સ્વાદ માટે કરવામાં આવેછે..ગાઠીયા ના અનેક પ્રકાર છે વણેલા ગાઠીયા,ફાફડા,પાપડી ,ભાવનગરી, તીખા ગાઠીયા ચંપાકલી, અંગૂઠિયા(જે પ્રકાર નામશેષ થઈ ગયેલ છે)પરંતુ તેમાં મૂળ તત્વો તો સરખાજ છે ફેર માત્ર પ્રિપેરેશન નોજ છે..જેને કારણે બધા પ્રકારના ગાઠીયા નો સ્વાદ અલગ -અલગ લાગેછે.
                  સમય જતાં સમય અનુસાર મોટાભાગ ના ગાઠીયા જેવાકે ભાવનગરી,જારાની પાપડી ,વણેલા ગાઠીયા,ફાફડા મશીનથી બનવા લાગ્યા છે..પરંતુ હાથેથી બનાવેલ ગાઠીયા જેવો સ્વાદ તેમાં મળતો નથી..
                     ગાઠીયા બનાવવા એકજાતની આવડત છે.અને ગાંઠિયા બનાવવામાટે ધીરજ સહ કુશળતા  માગીલે તેવું છે,એટલેજ ખાસ જગ્યા અને દુકાનના ગાઠીયા વખણાય છે...બીજા કરતા અલગ પણ પડે છે.. સૌરાષ્ટ્ર અને ગુજરાત ના ગાઠીયા નો સ્વાદ અલગ પડે છે...સુરેન્દ્રનગર પછી ગાઠીયા નો સ્વાદ બદલાતો લગે..
                     સૌરાષ્ટ્રનો કોઈ પણ ધર્મ,જાતી કે વર્ગનો માણસ મૃત્યુ શૈયા પર હોય...તેમની અંતિમક્ષણ આવી પોહચી હોઈ,અને તેમને પૂછવામાં આવેકે તેમની અંતિમ ઈચ્છા શુ ખાવા ની છે..તો તરતજ કહેશે કે "ગાઠીયા ખાવા છે"મારો એક મિત્ર જે ગાઠીયા પ્રેમી છે તે તેના થી પણ આગળ વધી કહે છે કે આવી પરિસ્થિતિમાં કોઈ માણસ પાસે બે વિકલ્પ મુકવામાં આવે એક વિકલ્પ સ્વર્ગ અને બીજો ગાઠીયા તો હું બેધડક કહું કે ગાઠીયા..કારણ ગાંઠિયાની ગેરંટી છે ,..!!!ગાઠીયા ખાવાથી સ્વર્ગ નો આનંદ મળશે..!!!પરંતુ મરણ પછી સ્વર્ગ મળશે કે નહીં તેની કોઈ ખાત્રી નથી...
                   ગાઠીયા પાસે થી એક શિખામણ મને મળી છે કે આપણી આવડત અને ક્ષમતા વગર કોઈના રવાડે ચડવું નહીં,મારા જીવનની એક યાદગાર ઘટના મને બરાબર યાદ છે..મારા સાઢું ભાઈ નરેન્દ્રભાઈ સાગર ખુદ સિવિલ એન્જીનયર છે છતાં રસોઈ કાળા ના પૂર્ણ જાણકાર છે અમે જયારે તેમનાઘરે મોડે સુધી બેઠા હોય ત્યારેતેઓ અમને બધાને ગરમા ગરમ ગાંઠિયાપોતાના હાથે બનાવી ખવડાવે..
                    એમનેજોઈ ને મને પણ મન થયું કે હું પણ મારા હાથે ગાઠીયા બનવું..રેસિપી લીધી મીઠું ,સોડા ખારો તેમના માપના પડીકા બાંધ્યા અને બીજે દિવસે સવારે ધર્મપત્ની ને આશ્ચર્યચકિત કરીદેવના ધખારા સાથે તે સ્નાન કરવા ગઈ અને મારું "અભિયાને ગાઠીયા" શરૂ કર્યું..રેસિપી પ્રમાણે બધું કર્યું અડધો કિલો લોટ બાંધ્યો.. ગાઠીયા વણી તૈયાર કર્યા.. તળિયા તો ગાઠીયા લાલ ચોળ.. એટલામાં શ્રીમતીજી નું રસોડામાં આગમન થયું..બંન્ને ની નજર એક થઇ.. શ્રીમતીજીને બદલે આશ્ચર્યચકિત હું થયો..મેં શ્રીમતીજી ને પૂછ્યું આમ કેમ થયું ...!!! મને કહે આઘા જાવ, પછી પૂછ્યું કે શું નાખ્યું મેં કીધું અડધો કિલો લોટ..અને..નરેન્દ્રભાઈ એ  આપેલ પડીકા પ્રમાણે મીઠું અને  ખારોસોડા..  મને કહે "જેનું જે કામ હોય તે કરાય" ગાઠીયા ખરા ધુધવા જેવા મોઢામાં  નાખી ના શકાય તેવા..!!! અમે બન્ને એ નક્કી કર્યું કૂતરા ને ખવડાવી દયે.. કૂતરાને બોલાવી નાખ્યા..મારી દયાજનક પરિસ્થિતિ ત્યરે થઈ કૂતરાં સૂંઘી.. સૂંઘી ને ચાલતા થયા.!!!.ગાય ને ખવડાવવા માટે ગાય ને બોલાવી ગાય હરખે હરખે દોડતી આવી હું પણ હરખાણો..!!!કે ગાઠીયા ની મેહનત નકામી નહીં જાય.. પણ હરખ ક્ષણજીવી નીકળ્યો ગાય પણ માત્ર મોઢું નીચું નમાવી જોઈ ને હાલતી થઈ.. !!!બાજુ માં એક મંદિર હતું તેના પીપળા ના ઝાડમાં કાગડા રહે હું "કાગ ભરોસે" ત્યાં ગયો કાગડાને ગાઠીયા નાખ્યા કાગડા નીચે આવ્યા,આશા ઠગારી નીવડી ..!!!કાગડા નિરાશ થઈ પાછા કા..કા..કરતા ઝાડપર ગયા..અને હું નિરાશ થઈ વીલે મોઢે ઘેર આવ્યો..!!!મોઢું જોઈ શ્રીમતીજીએ પૂછ્યું શુ થયું આમ આવું મોઢું કેમ કરો છો..!!!મેં કહ્યું ગાય.. કૂતરા..કેે કાગડા કોઈ એ નાં ખાધા. મેહનત પાણી માં ગઈ..!!!
આ ગાઠીયા અભિયાન ઉપરથી શીખવા મળ્યું કે "આપણી ચાંચ ડૂબતી ના હોય તેવું કાર્ય કરવા માટે પ્રયત્ન ના કરવા"
---------ગુણવંત ધોરડા
           જેતપુર
પુનરાવૃત લેખ તા. 9 મેં 2020

એ...માં......એ...માં તેરી સુરત સે અલગ ભગવાન કી, સુરત ક્યાં હોગી, ઉસકો નહીં દેખા હમને કભી.

ભગવાને સ્ત્રી ના  દીકરી,બહેન, પત્ની, માતા, અનેક રૂપ બનાવ્યાં,  પણ માતા ના રૂપમાં જે કરુણા, વાત્સલ્ય, પ્રેમ, લાગણી નું સિંચન કર્યું તે બીજા કોઈ રૂપ માં ના કરી શક્યો.
માતા  કરુણા ના પાઠ શીખવા બુદ્ધ પાસે કે વાત્સલ્ય ના પાઠ શીખવા મહાવીર પાસે ગઈ નથી, છતાં દુનિયાનુંશ્રેષ્ઠ વાત્સલ્ય , કરુણા , માતા ના ખોળામાં ધરબાયેલુ હોય છે
કરુણા, વાત્સલ્ય, પ્રેમ ,લાગણી, ની કોઈ વિદ્યાપીઠ નથી , તો પણ વિશ્વ ની દરેક માતા માં આતત્વ આવે છે ક્યાંથી ? આ પ્રશ્ન જરૂર થાય..
માં..માણસ ની હોય, પશુની હોય કે પક્ષી ની હોય  આતત્વ બધામાં હોય છે.
માં ની હાજરી જ દુનિયાના અનિષ્ટો સામે લડવાનું બળ પૂરું પાડે, માંનો સાડલા નો છેડો(પાલવ) દુનિયાનું શ્રેષ્ઠ સુરક્ષા  કવચ છે, માં જ્યારે વાત્સલ્ય થી માથા પર હાથ મૂકી આશીર્વાદ આપે ત્યારે એ આશીર્વાદ ની તાકાત વિધાતા પણ મિટાવી શક્તી નથી...
  બા મને હજી  પણ યાદ છે હું નાનો હતો , તું મને બગીચે બધા છોકરા સાથે હીંચકા ખાવા, લપસીયા ખાવા  લઈ ગયેલ, બધા છોકરા હીંચકા ખાતા હતા અને હું દૂર  હકો ગાંડો  હતો તેને હેરાન કરી ખીજવતો હતો હકો મારી પાછળ દોડ્યો.. હું બીક નો મર્યો  દોડતો હાંફતો  તારી પાસે આવી તારા સાડલા ના છેડા માં સંતાય ગયો ,રાતે બીકનો તાવ આવી ગયો હતો, તું મારી બાજુ માં સુતા સુતા મને હિંમત આપતા કહ્યું કે આછેડો ઓઢી ને  સુઇજ હું નિસફિકર થઈ સુઇ ગયો. સવારે તાવ પણ ઉતરી ગયો,  તારા ગયા પછી હજીએ ,...પાલવ નો છેડો  ગોતું છું પણ મળ્યો નથી...!!!
મારા બા ની  બધી બેનપણી પણ મને માં જેવું જ વાત્સલ્ય અને લાગણી આપતા દરેક માં પાસેથી મને  વિશિષ્ટ ગુણ મળ્યા છે .અમારું કુળ.પરજીયા સોની ક્ષત્રિય કુળ ગણાય એટલે  ક્ષત્રિય નું શૂર, વણિક નો વિવેક રામકુંવર માસી પાસે રહી શીખ્યો, પટેલ નો પરસેવો જયાબેન પાસે થી શીખવા મળ્યો, જીભે સરસ્વતી  ગગુમા બારોટની બેઠકે બેસી શીખ્યો. મુસલમાન નું ઇમાન નની માસી પાસે થી શીખવા મળ્યું
આમ મારા ઉપર  પાંચે માતા નો  પ્રભાવ રહ્યો.. ક્ષત્રીનું શૌર્ય, વાણીયા નો વિવેક, પટેલ ની મહેનત (પરસેવો),   બારોટ ની સરસ્વતી, અને મુસલમાન નું ઇમાન નો પ્રભાવ આટલા વર્ષે પણ રહ્યો જ  છે..  આજના આ પવિત્ર દિવસે મારી પાંચ માતા સહિત  જગત નીબધી માતા  ને વંદન સહ  પ્રણામ...
--------ગુણવંત ધોરડા
          જેતપુર
10-મેં- 2020 ,મધર્સ ડે..

ઉછીની તાકાત ઉપર... જંગ જીતી ના શકાય..

Monghi Ba-My mother
મારી ઉંમર લગભગ દસ બાર વરસ ની હશે,  મારી બા ખુબજ શ્રદ્ધાળુ , અમારો પરિવાર પુષ્ટિ માર્ગીય પરિવાર, મારા બાપુજી ને અમે બધા ભાંડરડા કાકા કહેતા, મારા કાકા ની વિચાર ધારા રેશનલિઝમ, પોતે પોતાના સ્વતંત્ર વિચાર ધારા થી ચાલે, તેઓ કયારેય પણ કોઈના દોરવાય ચાલ્યા હોય તેવું મારી સભારણમાં જોયું કે જાણ્યું નથી, આવિચાર ધારા તેમના જીવનમાં આવી ..તે ઘટના ,  તેઓ ધંધા માટે 14 વરસની ઉંમરે મોટાભાઈ  જેરામભાઈસાથે સરદારગઢ થી આગબોટ માં કરાચી ગયા,  ત્યાં બંને ભાઈ ઓ એ તનતોડ મહેનત કરી પોતાની કુનેહ થી પ્રતિષ્ઠા મેળવી, શરૂઆત ના દિવસો માં પોતાના એક મિત્ર સાથે શ્રાવણ મહિના ના સોમવારે સમુદ્ર કાંઠે દરિયાની ભરતી માં શિવલિંગ ડૂબેલું રહેતું  ત્યાં દરિયામાં નાહવા તથા દર્શન કરવા જાય ,તેમાં ચાર પાંચ ફૂટ પાણી માં શિવલિંગ હોય ,તેમાં શુદ્ધાળુ ભક્તો ચાર આંના આઠ આના  જેવા સિક્કા ભક્તિ ભાવ થી  શિવજી ને ચરણે પધરાવે.  અમુક માણસો ડૂબકી મારી શિવલિંગ ને સ્પર્શ કરી પાવન થાય, મારા બાપુજી અને તેનો મિત્ર પણ ડૂબકી મારે પણ મૂર્તિને સ્પર્શ કરવા સાથે મુઠી ભરી સિક્કા ઉપાડે, દરિયા કિનારે દાલપકવાન ની લારી હોય , તે પૈસામાંથી બંને મિત્રો ધરાઈ ને  દાલ પકવાનખાય ને બાકીના જે વધે તેમાંથી ગરીબ-ગુરબા ને પ્રસાદ રૂપે જમાડે, તેવો તેમનો ક્રમ થઈ ગયો.. ભગવાન ને આબધી વસ્તુ ની જરૂર નથી તેવું મનમાં ભરાઈ ગયું તે મૃત્યુ  પર્યન્ત કાયમ રહ્યું
                      મારા કાકા(બાપુજી) છેલ્લા દિવસો સુધી નિત્ય ગાય ને લીલું, કાબર, કૂતરા,કાગડા ને ગાંઠિયા ખવડાવતા, નાનાના બાળકો ને દુકાને જતા પૈસો બેપૈસા બાટતા જાય, મારા બાપુજી કયારેય હવેલી,કે મંદિર દેવ દર્શન માટે જતા નહીં,  શ્રદ્ધા થી જતા હોય તેને રોકતા પણ નહીં એ તેમની ટીક્કા પણ કરતા નહીં.. મારી બા ની શ્રદ્ધા માં પણ તેઓ એ ક્યારેય   રોક્યા કે ટોકયા ના હતા..
Bapuji-Vallabh Bapa
             મારી બા શ્રદ્ધાળુ  ઘરમાં ઠાકોરજીની સેવા થાય પણ  ચુસ્ત નહીં, અમારા ઘેર   તેમના બેનપણી રામકુંવર માસી , રામ કુંવર માસી ના ઘેર મહાસતીજી ઓરવા આવે ,મારા બા ને  રામકુંવર માસીને હિસાબે મોટાભાગ ના મહાસતીજી સાથે ધરાબો આ ધરાબા ને લઈ અમારે ત્યાં કોઈક કોઈક વાર પધારે, માર બા તેમને શ્રદ્ધા પૂર્વક ઓરવે પણ ખરા..!!!
                  મારી બા  ના સંસ્કાર ,નાની ઉંમરે મારા માં પણ ઉતર્યા, મારી બા ની આંગળી પકડી દરરોજ હું બાવાવાળા પરાની નાની હવેલી જે સમયે હરિબાની હવેલી તરીકે પ્રખ્યાત હતી, આજની મથુરેશજીની હવેલી તરીકે ઓળખાય છે જતો , ત્યાં મુખયાણી હરિબા હતા તેમનો મારા પર સારો એવો પ્રભાવ, મને પણ હરિબા લાગણી થી બોલાવે પ્રસાદી નો મોહન થાળ વાટકો ભરી આપે, હું અને હરિબા ગાંડીઘેલી વાતો કરીએ, હરિબા કમરેથી વાંકા વળી ગયેલા, નીચીદડીના ખુબજ રૂપાળા,ચાંદી જેવા સફેદ વાળ મોઢા ઉપર કરચલી તેમાંથી નીતરતો તેમના લાલા પ્રત્યે નો પ્રેમ, શ્રદ્ધા, લાગણી રૂપી ભક્તિ ભાવ.. મેં રામ ભક્ત શબરી ને નથી જોયા ...!!! પણ મારા મનમાં આજે પણ ભાવ જાગે કે શબરી હરિબા જેવાજ હશે...!!!હરિબા સાથે વાતો કરતા પ્રશ્ન થાય કે હરિબાની ઊંચી કાંધી ઉપરથી હરિબા વાસણ કેમ ઉતરતા હશે ? હું હરિબા ને આપ્રશ્ન પૂછું, હરિબા મને જવાબ આપે કે હું લાલને કહું એટલે મારો લાલો મને ઉતારી આપે.. અને હું નાનપણ ની શ્રદ્ધા રૂપે માનું પણ ખરો... !!! બધાને હરિબા અને લાલા ના સબંધ ની હરખે હરખે વાતો પણ કરું.. હરિબા અને મારા બા ને લીધે હું  પણ શ્રદ્ધાળુ થવા લાગ્યો. હું પણ મારી બા સાથે ઠાકોરજી ની સેવા પૂજા કરવા લાગ્યો.. ઠાકોરજી સતત મારુ ધ્યાન રાખે છે,તેવો ભાવ થવા માંડ્યો..!!!
                     તેવામાં એક દિવસ ઓખો દિવસ રમત માં ગયો  રમત માં ને રમત લેસન ના થયી શક્યું.. રાતે યાદ આવ્યું, હું લેસન કરવા બેઠો મારા બા એ કહ્યું બધા નો સુવાનો સમય થઇ ગયો, બત્તી બંધ કરી સુઈ જા વહેલો સવારે ઉઠી લેસન કરી લેજે, ચિંતામાં ને ચિંતામાં નિંદર મોડી આવી , મોડું ઉઠાણું મેં મારી બા ને કીધું બા આજે હું નિશાળે નહીં જાવ, મારીબા એ કીધું ...કાં.. મેં જવાબ આપતા કીધું , "મેં લેસન નથી કર્યું,"સાહેબ મને ખીજાશે, અંગુઠા પકડાવશે, મારે નથી જવું,... મારી બા મને કહે લાલા પાસે માફી  માંગી લે..  નિશાળે જા... લાલા ઉપર ભરોસો રાખ, મનમાં મનમાં "શ્રીકૃષ્ણ શરણમ મમહ" બોલતો જા,  લાલો તને  નહીં ખીજવા દયે ...હું તો મારીબા નું માની આંખે રસ્તે કૃષ્ણ નું નામ લેતો ગયો.. રસ્તા માં જેટલી ગયો મળી તેના પૂછડા માથે ચડાવતો ગયો, મારી  પંડ્યા પ્રાયમરી સ્કૂલ નો રસ્તો ખોડપરા મેઈન રોડ ત્યાં રસ્તામાં શંકરની દેહરી આવે ત્યાં શંકર ને પગે લાગ્યો તેનું દૂધનું ચરણામૃત લીધું.. તો પણ અમારા વર્ગ શિક્ષક અબ્બાસ સાહેબે શિક્ષા કરી  હાથમાં  ડસ્ટર માર્યું, કલાસ ની બહાર અંગુઠા પકડાવ્યા,  મનમાં ને મન માં વિચારું કે મારીબા, અને લાલા પાર ભરોસો રાખ્યો ત્યારે આ ભોગવવું પડ્યું ને.. મારી  સાથેનો એક છોકરો ખોટુંબહાનુ કાઢી છટકી ગયો, હું સાચું બોલ્યો તો ફસાઈ ગયો.. મને ત્યારે થયું કે મેં મારી રીતે આસમશ્યા નું નિરાકરણ કર્યું હોત તો.. કદાચ હું પેલા છોકરાની જેમ બચી પણ જાત.. ત્યારથી મનમાં લાગી આવ્યું કે બીજા ની વાત નો ભરોસો કરવો નહીં.. ઉછીની તાકાત પર જંગ લડી શકાય નહીં.. મેં લાલા ની અને મારી બા ની  તાકાત ઉપર વિશ્વાસ રાખ્યો તો ભોગવવું  પડ્યું ને .., મેં મનોમન નક્કી કર્યું કે જંગ લડવા માટે પોતાની તાકાત હોવી જરૂરી છે..
                      ભગવાન છબી, ફોટા કે પાણા માં નથી, ભગવાન તમારા મયલામાં  જ છે,એ ને બહાર શોધવાની જરૂર નથી આ વાત જેમ જેમ મોટો થતો ગયો તેમ તેમ સમજાવા માંડી..
                    એટલેજ આપણા બધા ગ્રંથો ભગવદ્દ ગીતા, બાઇબલ, કુરાન , ગુરુ ગ્રંથસાહિબ  માં એકજ લીટી નો સંદેશ છે "આત્મસો પરમાત્મા" એટલેજ ભગવાન શ્રીકૃષ્ણ એ ગીતામાં કહ્યું છે કે  સૌ પ્રથમ હું તમારામાં બિરાજુ છું, તમે તમારી જાત પર વિશ્વાસ રાખો એટલે સમજો તમે મારા પર વિશ્વાસ રાખો છો, તમે તમારું ધાર્યું પરિણામ મેળવી શકશો..
                     જો આપણા માં આત્મ વિશ્વાસ ન હોય આપણું દૃઢમંનોબળ ના હોય તો તમારે કોઈ ને કોઈ પાર વિશ્વાસ રાખવોજ પડે, પછી તે આપણા માં-બાપ, કોઈ વડીલ,શિક્ષક, ભાઈભાંડું, મિત્ર યાર દોસ્ત, કોઈ ગુરુ, કોઈ સંત, મહાત્મા કોઈ પણ પર તમારે વિશ્વાસ મુકવોજ પડે, અને જરૂરી પણ છે જ,આમાંથી કોઈ ના પણ હોય તો અંતે તમે કોઈ પણ મૂર્તિ પાર વિશ્વાસ મુકો.. આબધું તમારા કોઈ કાર્ય પારપાડતું નથી માત્ર ને માત્ર તમારા માં વિશ્વાસ જગાવે છે..  તે તમારા બુસ્ટર માત્ર છે ,તાકાત તો તમારી પોતાનીજ છે અને જંગ તમારી પોતાની તાકાત જ જીતાડે છે..
અંત માં આપણે બધાએ અનુભવેલ એક  ઉદાહરણ આપુ.. આપણા બધાના ઘરમાં કોઈ અણસમજુ બાળક હોય , ઘર માં લાઈટ જાય, અંધારું થઈ ગયું હોય, એક બાળક ને બીજા બાજુના ઓરડા માંથી મીણબતી બાકસ લાવવાનું કહો... તો... બાળક ..કહેશે..  દાદા, દાદી  મમ્મી, પાપા જે કોઈ હશે તેને કહેશે...અંધારું છે મને બીક લાગે.. આપણે કહેશું કે ત્યાં ભગવાન છે.. તો પણ ઉ...હુ ..મને બીક લાગે.. થોડીવાર પછી પાછું કહેશો કે બેટા હું અહી બેઠો છું ને ..તને શેની બીક લાગે..જા... જા...મારો દીકરો બહાદુર છે ને.. એ બાળક તમારા પર ભરોસો રાખી અંધારમાંથી બાક્સ મીણબત્તી લઇ આવે છે.. આબતાવે છે કે બાળક ને હજી ભગવાન પર ભરોસો નથી  તે કદાચ અંધારામાં કાઈ અડચણ આવેતો ભગવાન બચાવવા આવે અને નપણ આવે,  પરંતુ જ્યારે પોતાના (દાદા, દાદી, મમમી પપ્પા) પર વિશ્વાસ છે..જ  .. કે તે તો મારી બાજુમાં હજરા હજુર છે તે તરતજ   મીણ બત્તી બકસ લઇ આવશે..  તે તેની મદદે જાય કે ના પણ જાય તે પછીની વાત છે...!!!  પણ તેના પર નો વિશ્વાસ બાળક ને તેની જંગ જીતાડે છે.. દાદા ,દાદી,મમ્મી, પપ્પા પરનો વિશ્વાસ બાળક નું બુસ્ટર માત્ર છે , તાકાત તો બાળક ની પોતાનીજ છે
જીવન ના આટલા વર્ષો માં એટલું જાણ્યું કે ઉછીની તાકાત ઉપર કયારેય પણ જંગ લડવી નહીં..અને જ્યાં શ્વાસ હોય ત્યાં વિશ્વાસ કરો પથ્થર ને ક્યારેય પણ શ્વાસ હોતો નથી...
--------ગુણવંત ધોરડા
                     જેતપુર
27-એપ્રિલ-2020
નોંધ.. આસાથે મુકેલ ફોટો ગ્રાફ મારા બા , બાપુજી નો છે..

 

Saturday, May 16, 2020

અમારા જેતપુર ના વિદ્યાગુરુ" -પન્નાપા સાહેબ

Panaapa Sir-Jetpur
જેતપુર ની એક તાસીર રહી છે, પારકાને પોતાના કરવાની એક ખૂબી જેતપુર પાસે છે તેવી મેં બીજે ક્યાંય જોઈ નથી  1925 થી 1946 ની આસપાસ સુધીમાં જેતપુરે એવી ચાર શખ્સયીત  ને કોઈ પણ સ્વાર્થ વગર અકારણ પ્રેમ આપી પોતાના કરી લીધા, જ્યારે કોઈ એક વ્યક્તિ બીજી વ્યક્તિ ને અકારણ પ્રેમ કરે ત્યારે તે સબંધ અલૌકિક, અદભુત સબંધ તરીકે પ્રસ્થાપિત થતો હોય ત્યારેજ એ સબંધ ભક્તિ નું રૂપ પ્રાપ્ત કરે ...
આવા  જેતપુર સાથે ચાર સબંધો ની વાત કરી મૂળ વાત પર આવીશું એક આયરીશ લેડી જે આયર્લેડ ના વતની હતા  ડો. મિસ. એમ. ઇ. બોન્ડ જેતપુર આખું તેને મેમ સાહેબ તરીકે ઓળખતું, બીજા હતા ગિરિધર દત્ત સાહેબ જે આજના બાંગ્લાદેશ  માં આવેલ સિલહટના  વતની   હતા, તેઓ શુદ્ધ વૈદિક બ્રાહ્મણ પરંપરા વાળાપરિવાર માંથી હતા.. તેઓ પ્રથમ સુરેન્દ્રનગર માં સેવા પ્રદાન કરતા હતા 1941  ની આસપાસ જેતપુર માં અંધારા ઉલેચવા "જેતપુર ઇલેક્ટ્રિક સપ્લાય કંપની લિમિટેડ" ની સ્થાપના થઇ જેને આમ જનતા "પાવર હાઉસ "તરીકે ઓળખતી હતી આજે પણ આવિસ્તાર જુના પાવર હાઉસ તરીકે ઓળખાય છે દત્ત સાહેબ 1946 આસપાસ  જેતપુર ઇલેક્ટ્રિક સપ્લાય કમ્પની લિમિટેડ માં જોડાયા જીવન પર્યન્ત જેતપુર ખોડપરા વિસ્તાર માં રહ્યા, ત્રીજી વ્યક્તિ મારતન્ડ વિષ્ણુ શિતૂત સાહેબ જ્ઞાતિ એ ચુસ્ત બ્રહ્મણ કોંકણ રત્નાગિરી ના વતની બાટવા, મોરબી ,સુરેન્દ્રનગર સેવાઓ આપી જેતપુર કમરીબાઈ હાઈસ્કૂલ માં  હેડમાસ્તર તરીકે સેવા આપી,કુંભણી ગર્લ્સ હાઈસ્કૂલ ના સ્થાપક હેડમાસ્તર તરીકે રહી નિવૃત્તિ સુધી સેવા આપી
ચોથા  એમ એમ. પન્નાપા સાહેબ..
આમ ચારે શખસિયતે  અલગ અલગ ક્ષેત્રમાં જેતપુર ની સેવા કરી મિસ. એમ. ઇ. બોન્ડએ આરોગ્ય ક્ષેત્રે જેતપુર ને તંદુરસ્ત કર્યું , દત્ત સાહેબે સતત જેતુપુર ને તમસ માંથી ઉજાસ તરફ લઇ જવાનો પ્રયત્ન કર્યો,  દત્તસાહેબે ઓછું બોલી સહજતા થી જેતપુર ના અંધારા ઉલેચ્યા.. ત્રીજા  શિતુત સાહેબે જ્ઞાન નો ઉજાસ પાથરી જેતપુર ની જનતા ને  ભણતી કરી.... આમ આ ચારે ચર વ્યક્તિ સવાયા ગુજરાતી ,સવાયા જેતપુરયન જીવન પર્યન્ત બની રહ્યા..
પન્નાપા સાહેબ   મૂળ મૈસુર પાસેના  ગોણી કોપલ ગામ ના વાતની
તેમનું પૂરું નામ મનીઆપન્દ્રા મેદયપ્પા પન્નાપા.
                      (મની અપ્પા મંડપ્પા પન્નાપા)
          માતા નું નામ સીતાદેવી.
           મોટાભાઈ નું નામ આયપ્પા 
           નાનાભાઈ નું નામ તંજપ્પા
ચારબહેનો હતી તેઓ ત્રણ ભાઈ માં વચ્ચેટ ભાઈ હતા મોટાભાઈ મિલિટ્રી માં ઊંચ હોદા પર હતા, પિતા શ્રી મોટા જમીનદાર હતા  સંતરા અને ચોખા ની ખેતી કરતા હતા. તેમનું મૂળ ગામ ગોણી કોપલ જીલ્લો કુર્ગ રાજ્ય મૌસુર સાઉથ પ્રોવિન્સ જેતે સમયે હિન્દુસ્તાન પાંચ  પ્રોવિન્સ માં વહેંચાયેલા હતું નોર્થ પ્રોવિન્સ, સાઉથ પ્રોવિન્સ, ઇસ્ટ પ્રોવિન્સ,વેસ્ટ પ્રોવિન્સ, સેન્ટ્રેલ પ્રોવિન્સ..
પન્નાપા સાહેબે પ્રાથમિક શિક્ષણ પોતાના ગામ માં પૂરું કરી મૈંસુર માં ઊચ્ચ શિક્ષણ બી. એ. બી.એલ. પ્રાપ્ત કર્યું. તેમના પરિવાર અને સમાજ માં મિલિટરી માં  કારકિર્દી બનવવામાં પ્રોત્સાહિત કરવામાં આવતા, આઝાદ ભારત ના પ્રથમ ફિલ્ડ માર્શલ જનરલ કરીઅપ્પા  પન્નાપા સાહેબના કુટુંબીક  કાકા થતા હતા,  જનરલ થિમૈયા માતૃપક્ષે સબંધ માં થતા . જ્યારે જયારે તેમને  પારિવારિક પ્રસંગે મળવાનું થતું, તેમની સાથે યુદ્ધ ની શૈર્ય,  બહાદુરી મેડલ ની વાતો કરતા સાંભળતા તેને પણ મિલિટરી કારકિર્દી બનવાનું મન બનાવી લીધું,  તે સમયે ઇન્ડિયન બ્રિટિશ આર્મી "રોયલ આર્મી " તરીકે ઓળખાતી હતી. બ્રિટને તે સમયે જ્યાં જ્યાં પોતાનું સામ્રાજ્ય હતું ત્યાં ત્યાં પોતાના તાબા માં મિલિટરી ની ત્રણે પાંખ વિકસાવી હતી, આગળ જતાં આ લાભ આઝાદ ભારત ને ખુબજ મળ્યો.
પન્નાપા સાહેબે રોયલ મિલ્ટર એકેડેમી જોઈન્ટ કરી, સઘન મિલિટરી ટ્રેનિંગ લીધી, ટ્રેનિંગ પૂર્ણ કરી રોયલ મિલિટરી માં જોડાયા.. 1939 માં બીજા વિશ્વ યુદ્ધ નો પ્રારંભ થયો મિસ્ટર એમ. એમ. પન્નાપને ટુકડી ના કમાન્ડર તરીકે બર્મા બોર્ડ ઉપર તૈનાત કરવામાં આવ્યા જર્મની અને મિત્ર દેશો વચ્ચે યુદ્ધ  લાડયું બ્રિટન મિત્ર દેશો સાથે હતું. પૂ. મહાત્મા ગાંધી એ તે સમયે પોતાની ચળવળ સ્થગિત કરી સપૂર્ણ દેશ ને બ્રિટન ની તરફેણ માં ઉભા રેહવા કહ્યું.. ભારતીય સૈનિક જી જાન થી લડ્યા, બર્મા મોરચે પણ ખુબજ મોટી લડાઈ થઈ એમ.એમ પન્નાપા ની ટુકડી બહાદુરીથી દુશ્મનો નો મુકાબલો કરેછે સામે   દુશ્મનો  વધતા જાયછે, એમ. એમ. પન્નાપા વિચારે છે કે   મોરચો મુકી સલામત સ્થળે નીકળી જવું તેને  થોડા આગળ  જવા દઈ વ્યુહાત્મક સ્થળે  ગેરીલા પદ્ધતિ થી હુમલો કરી પરાસ્ત કરવા ... આવિકલ્પ જોખમી હતો ,બીજો વિકલ્પ બીજી ટુકડીને મદદ માટે બોલાવવી ઉપરથી આદેશ મળ્યો જે છે તેનાથી મોરચો સંભાળો, બીજી ટુકડી  અપ્રાપ્ય છે, જોખમી વિકલ્પ  સ્વીકારી,અમલમાં મુક્યો , વ્યૂહતમક સ્થળે પન્નાપા ટુકડી એ હુમલો કર્યો, પરિણામ પન્નાપા ની ટુકડી ની તરફેણ માં આવ્યું,  પન્નાપા ગોળીઓથી  ઘાયલ થયા. મિલિટરી ની હોસ્પિટલ માં સઘન સારવાર લઈ , આરામ માટે વતન આવ્યા, પગ માં ગોળી ના નિશાન કાયમ રહ્યા જમણા હાથ ની આંગળીમાં ગોળી ઘસરકો કરી નીકળી ગઇ, ચામડી સાથે  લેતી ગઈ ,આંગળી ઉપર સફેદ નિશાન રહી ગયું.
પન્નાપા વતન માં આવ્યા તેમનું અકલ્પનિય સ્વાગત થયું, તેમની વીરતા ની વાતો કરતા ગામ થાકતું નથી , પરિવારમાં ઉપડ્યા ઉપડતા નથી. અચાનક ભાભીએ તેમના હાથ ઉપર સફેદ ડાઘ જોયો ભાભી એ પૂછ્યું , ડાઘ કયારે થયો,  ઇનજરી ની વાત કરી ,પણ ભાભી મોઢું મચકોડી ચાલી ગઈ ધીરે ધીરે  પરિવાર માં આખા સમજમાં  લાકડીયા તાર ની જેમ વાયુ વેગે વાત ફેલાઈ ગઇ પન્નાપાને કોઢ છે,
બહાદુરી કરી વતન માં જે મન મરતબો મળ્યો હતો તે સામાજિક ધિક્કાર માં પરિણમ્યો, પન્નાપાને અછૂત માનવ લાગ્યા, લોકો નો પણ વાંક ના હતો તે સમયે કોઢ ને અજ્ઞાનતા થી અસ્પૃશ્ય માનતા ચેપી રોગ માનતા,  કુદરત નો અભિશાપ માનતા.. લોકો અપમાન કરતા ,, તુછકારવા મંડ્યા, કોઈ અક્ષમ્ય અપરાધ કર્યો હોય તેમ લોકો જોવા મંડ્યા, પોતે હિણપત અનુભવવા મંડ્યા
પન્નાપા  નું મન મિલિટરી માંથી ઉઠી ગયું મિલિટરી માંથી તો શું પોતાની જાત અને સમાજ કુટુંબ બધાં પરથી ઉઠી ગયું  મિલિટરી માંથી રાજીનામુ  આપ્યું, વતનથી દૂર નીકળી જવું જ્યાં મને કોઈ ઓળખે નહીં હું કોઈ ને ઓળખું નહીં જે સમાજ, પરિવાર ને હું મારો મારો કરું એ જ સમાજ મારો ના હોય તો સમાજ મને ધકો મારે, જાકારો આપે પહેલા હુંજ એને  ધિક્કારું અને જાકારો કેમ ના આપી શકુ..!!!
પન્નાપા એ પોતાના ખાસ મિત્ર જે તાજેતર માં સ્થપાયેલી સર આદમજી મુસ્લિમ હાઈસ્કૂલ માં હેડ માસ્ટર ને પોતાની આપવીતી પોતાના પત્રમાં લખી જણાવે છેકેજીવનમાં  હારવાની કાદર ઉપર છું વતનમાં સ્વમાન ના ભોગે રહી શકુ તેમ નથી..સમાજ પરિવાર સ્વમાનભેર જીવવાદે તેમ નથી આવી કપરી પરિસ્થિતિમાં  કમને વતન છોડવા સિવાય રસ્તો નથી.. તેમના મિત્ર પત્ર વાંચી વળતો ટેલિગ્રામ કરેછે "કમ ઇમિડીએટલી" તાર પન્નાપા ના હાથ આવેછે.. બીજેજ દિવસે  વતન ની માટી માથે ચડાવે છે, વતન ના ઝાડ પશુ પક્ષી ને ધરાઈ ને નીરખે છે ,વતન ની હવા ઊંડા ઊંડા શ્વાસ લઈ શરીરમાં ભારે છે ..હવે ઝીંદગી માં ફરીથી આ હવા, આવતાવરણ મળવાનું નથી આયુવાન દુઃખી મને વતન ને છેલ્લા પહેલા રામ રામ કહી ધીરે પગલે વતન ની મહેક મનમાં સંઘરી ધીરે ધીરે ઘર છોડી જોજનું દૂર એક સાવ અજાણ્યા પ્રદેશ માં  અજાણી ભાષા, અજાણી સંસ્કૃતિ, અજાણ્યા ખાન પાન બધુજ નવું ,અજાણ્યું કોઈ ઓળખતું પાળખતું નથી પોતે પણ એક સિવાય, કોઈ ને ઓળખતા  નથી તેવા જેતપુર ગામ તરફ એકમાત્ર મિત્ર ના ભરોસે નીકળી પડ્યા..
સર આદમજી મુસ્લિમ  હાઈસ્કૂલ માં કોટ પેન્ટ બ્લેક કલર ના શૂટ માં ગળામાં ટાઈ પાલિસ કરેલા બુટ માથે હેટ  ટટાર ઝડપી ચાલ કોઈ અંગ્રેજ વાઇસરોય આવતો હોય તેમ હેડમાસ્તર ની ચેમ્બર તરફ આવે છે પરમિશન લઇ અંદર પ્રવેશે છે બંને  મિત્રો મળે છે , ટ્રસ્ટી મંડળ ની મંજૂરી ની અપેક્ષા એ નિમણૂક પત્ર આપેછે અંગ્રેજી ના શિક્ષક તથા સ્પોર્ટ્સમેન હોવાને લઇ વ્યાયામ ને રમત ગમત નો વધારાનો હવાલો સોપાયો.. નીતિમતા થી કાર્ય કરતા ટ્રસ્ટીઓ તથા વિદ્યાર્થી માં લોકપ્રિય થતા ગયા...
કાળક્રમે સર આદમજી મુસ્લિમ હાઈસ્કૂલ બંધ પડી તેનો બધો સ્ટાફ છૂટો થઈ જેતપુર બહાર ગયો પન્નાપા સાહેબ કમરીબાઈ હાઈસ્કૂલ માં  અંગ્રેજી ના શિક્ષક તરીકે જોડાયા.. લોકોમાં વિદ્યાર્થીમાં તથા સ્ટાફ માં લોકપ્રિય વધતી જ રહી...
ખોડપરા માં બાવાજી ઘી વાળા ના મકાન પાછળ બંધ ગલી માં રહેતા મણીભાઈ ચા વાળા નું પછવાળું ત્યાં પડતું ત્યાં બે રૂમ ,ઓસરી, રસોડું  ડેલી બંધ મકાન ,થોડું રાચ રાચીલું ,એક રેડીયો તેનો અસબાબ આજીવન એકલાજ રહ્યા .પોતાના કામ પોતાની હાથેજ કરતા  એના મકાન ના રૂમ ના દરવાજા ક્યારેય બંધ કરતા નહીં દરવાજા બધા જામ થઈ ગયા હતા અમે જ્યારે ત્યાં જતા હતા ત્યરે પૂછતાં કે દરવાજા કેમ બંધ નથી કરતા તે તેનો જવાબ એક જ રહેતો "મંદિર ના દરવાજા બંધ થાય પણ પન્નાપા સાહેબ ના દરવાજા બધા માટે ખુલ્લાંજ હોય" તેઓ ન્યુઝ પેપર ટાઈમ્સ ઓફ ઈન્ડિયા અને ઇન્ડિયન એક્સપ્રેસ હમેશ વાંચતા , ધીરે ધીરે ગુજરાતી વાંચતા લખતા શીખી ગયા હતા તેઓ શુદ્ધ શાકાહારી હતા, તેનું જમવાનું જનતા લોજ એમ.જી. રોડ પરથી આવતું, આડોશ પડોશ માં પરિવારીક સંબધો હતા પણ આવરો જાવરો રાખ્યો ના હતો, તેમના પ્રદેશ ના ઉત્સવો ની વાત બધાને કરતા , બાળકોને રાજી કરી ઉજવતા, તેની કાયમી બેઠક  ખોડપરા માં લાલજીભાઈ ધોબી, કાઠીરાજ પ્રિન્ટિંગ પ્રેસ જે કાઠિયાવાડ નો ચોથો પ્રેસ હતો , જૂનાગઢ ,ધોરાજી ઉપલેટા ગોંડલ થી છાપ કામના ઓર્ડર આવતા.. ત્યાં સાંજે અચૂક બેઠેલા જોવા મળે.  7 વાગ્યાની આજુબાજુ માં  ડાયમંડ ટોકીઝ માં ઇન્ટરવેલ પછી નું પિક્ચર જોવે જમી ને  રાત ના શો નું ઇન્ટરવેલ પહેલાનું પિક્ચર જોવે 365 દિવસ નોકરામ  રાતે ઇન્ટર વેલ પછી ઘેર જય સુઇજાય. સવારે પાંચ વાગે ઉઠી કસરત કરી દસ વાગે અચૂક સ્કૂલે હોય રસ્તા માં જેટલા બાળકો મળે તે બધા ને  ચોકલેટ આપતા જાય , ગાલેે ટપલી મારે, કોઈ ને માથે હાથ ફેરવે . કયારેક ચોલેટ સાથે ચોકસ્ટિક પણ આપતા હતા જીવનભર નીરવ્યસની રહ્યા. સ્કૂલે જતા હોય ત્યારે ટાપુભાઈ  કરિયાણાની દુકાન, ચંદુભાઈ દરજીની દુકાન ત્યાં વરસ માં દર દિવાળીએ બે સૂટ અચૂક બનાવતા, આગળ દકાભાઈ દૂધવાળા ની ડેરી  આગળ કાંતિ ભાઈ કદોઈ ની દુકાન બાજુમાં બાબુભાઇ લુહાર ની દુકાન હતી  આગળ જતાં   વલ્લભભાઈ ની સોડા પાન નીમોટી દુકાન, બાજુમાં શિવલાલ ભાઈ ની પંડ્યા પાન સામે રામદાસ ની ચાની દુકાન ભાનું શંકરભાઇ ની ગાંઠિયા ની દુકાન બાવાજી ની પાન ની દુકાન બધાને નામથી બોલાવતા જાય ..
મિલિટરી ની રહેણી કહેણી ને લઇ કાયમ અપડું ડેટ જ રહેતા ડ્રેસ તેની ઓળખ બની ગઈ હતી, પેન્ટ કોટ ટાઇ પાલિસ કરેલા ચકચકિત બુટ માથે હેટ  ટટાર મિલિટરી ચાલ . મિલિટરી માં હોવા છતાં કયારેય તેમને ગુસ્સે થતા કોઈ એ જોયાનું જાણ્યુ નથી
તેઓ ખુબજ શ્રદ્ધાળુ હતા કોઈ એક ધર્મ માં ગોઠવાયા ના હતા, અંધશ્રદ્ધા માં બિલકુલ માનતા નહીં પૂજાઅર્ચના નિયમિત વહેલી સવારે કરતા, મંદિરે અચક દર્શન કર્તાડાર્ક ધર્મને પૂરું સન્નમાન આપતા...
સમયે સમય નું કામ કર્યું હાઈસ્કૂલ માંથી નિવૃત થયા, છતાં સન્માન  પૂર્વક સમય પસાર કરી શકે તેમાટે માનદ વેતન થી મેનેજમેન્ટ તેને પ્રવૃત રાખ્યા,તેમને ક્યારેય પણ ધન સંચય કર્યો નહીં, બધી પોતાની આવક માંથી જરૂર પૂરતું રાખી બાકી નું બધું જરૂરિયાત વાળા વિદ્યાર્થી ને આપી દેતા.. રમત ગમત ના શોખ ને લઈ  રવિવારે ક્રિકેટ ખુબજ રમતા ક્રિકેટ નું કોચિંગ પણ આપતા, નબળા વિદ્યાર્થી ને રવિવારે પોતાના ઘેર નિઃશુલ્ક  ભણાંવતા હતા.
સમય જતાં શરીરે શરીર નું કામ કર્યું, શરીર ક્ષીણ થવા માંડ્યું..આડોશો પાડોશી  મણીભાઈ ગોડા, તેમની પાસે જ ભણી ડોકટર બનેલા જેતપુર ના પ્રથમ એમ.ડી. ડો. બી. વી. ધોરડા સાહેબ,શ્રી મગનભાઈ જોશી, શ્રી સુખવત ભાઈ વસાવડા, ડો. જાની સાહેબ, મગનભાઈ મહેતા, રોહિતભાઈ કામદાર તથા  સર્વે સહ કર્મી શિક્ષકો હતા
અંતિમ સમય આવ્યો ત્યારે બધાએ વતન માં જવા ખૂબ સમજાવ્યા. ત્યાંથી પરિવાર ને બોલાવવા માટે આગ્રહ કર્યો પણ અંતિમ ક્ષણ સુધી પોતાની ઝીદ ના છોડી..  તેણે કેવા અપમાન સહન કર્યા હશે ?કેવા ઝેર ના ઘૂંટડા પીધા હશે  ?કે આટલા વર્ષે પણ આ કડવાશ રતીભાર પણ ઓછી ના થઇ શકી આ માણસ પરિવાર ના સમજ ન ઝેર પોતે પી વિદ્યાર્થીઓ માં અને જેતપુર વાસીઓ ના મનમાં એક આગવું સ્થાન મેળવી અમર થઈ ગયો...
જેતપુર નગરપાલિકાએ પન્નાપા સાહેબ ની સ્મૃતિ માં ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરી "પન્નાપા ટ્રોફી "  વિજેતા ને આપવામાં આવતી હતી,  થોડા સમય પછી તે ટુર્નામેન્ટ પણ બંધ કરવા માં આવી.. જેતપુર માં તેની કાયમી સ્મૃતિ જળવાય તેવું  કઈક આયોજન કરવું જોઈએ.
--------ગુણવંત ધોરડા
          જેતપુર
         16-મેં-2020
નોંધ:-પૂરક માહિતી પ્રો. એ. સી. રાવલ સાહેબ
                        (જૂનો કાઠીરાજ પ્રિન્ટિંગ પ્રેસ)
ફોટો સૌજન્ય:-  શ્રીરજનીકુમાર પડ્યા, સાહિત્યકાર લેખક
                        શ્રી જીતુભાઇ ધાધલ જેતપુર
                       પન્નાપા સાહેબ જે ઘર માં રહેતા તે ઘર
                        પાડી નવું બાંવ્યું છે પણ મીટર આજની      
                        તારીખ માં મીટર પન્નાપા સાહેબ ના નામે
                        જ છે તેનો ફોટોગ્રાફ તથા બીલ નો
                         ફોટોગ્રાફ મકાન મલિક અનિલ ભાઈ
                          ધારેક પાસે મળ્યા છે..
પૂર્ણ


પુરુષાર્થ ની પાંખે" -રામજી રાજા પટેલ

ઓગણીસમી સદી ના આખર વરસો,  વીસમી સદીની શરૂઆત ના  વરસો દુકાળ ના વરસો 1899 માં દુકાળ પડ્યો ત્રણ વરસ  સતત 1902 સુધી દુકાળ રહ્યો, માણસોની કેડ  ભાંગી નાખી આવા કપરાં કાળમાં જેતપુર પરગણાં ના વાડાસડા ગામડાની પણ કેડ ભાગી નાખી, રાજા પટેલ નું ખોરડું પણ બકાત ના રહ્યું, રાજા પટેલ ને પાંચ પાંચ દીકરા મોટો દેવજી,વાલજી,લખમણ, ભગવાન અને નાનો રામજી.. ત્રણ -ત્રણ વહુ ઘેરે મોટો વસ્તાર, વાડી વજીફા કોઈ કણબી પાસે નહીં જમીન વાવે ,રજવાડા નો ભાગ કાઢે એટલે માંડ વરસ નીકળે જમીન ખેડૂત ના નામે નહીં દરબાર ના નામે જ પડી હોય. ઉપર અંગ્રેજ ના રાજ અંગ્રેજ સરકાર ના રાજમાં ગામડામાં અરાજકતા જેવું વાતાવરણ "મારે તેની તલવાર બળિયા ના બેભાગ" કણબી ના ભાગે એક જ ભાગ આવે..
Raja Mension-Karachi
ગામડા રાજા રજવાડા ના ગુલામ, દેશ અંગ્રેજોનો ગુલામ , કોંગ્રેસ ની સ્થાપના ને 15 વરસ જ થયા હતા, આછી પાતળી ચળવળ ચાલુ થઈ હતી. દૂર દૂર સુધી આઝાદી નું કોઈ કિરણ દેખાતું ના હતું. ગુલામ ભારત નો નાગરિક આઝાદી નું સપનું તો ઠીક, આઝાદી ની કલ્પના પણ કરી શકતો નહતો, તેવા સમયે સિંગાલાપરિવાર ના બે છોકરા ઢોર ચરાવતા ચરાવતા  ગરીબાઈની ગુલામી માંથી મુક્ત થવાના સપના જોવે,જ્યારે મુંબઈ કે કરાચી થી કોઈ વ્યક્તિ ગામડે આવે ત્યારે સપના ફૂંફાડા મારે, ખાસ કરી મામા નો દીકરો ભીખાલાલ  કરાચી થી આવે ત્યારે ,સરખી ઉંમરને લઇ ને કરાચી ની જાહોજલાલી ની વાતો કરે, દસ વરસનો રામજી કુતૂહલવશ સાંભળે મનમાં ગુબારા ફૂટે. રામજી, ભીખાલાલ ને પૂછે અમારે કરાચી નો અવાય..? ભીખાલાલ મોટોમોટી કરી કહે બહુ જ આધુ છે  દરિયા ની ઓલી બાજુ...  દસ વરસ નો રામજી નિરાશ થાય, પણ મનોમન વિચારે કે જવું તો છે જ...!!! મોટાભાઈ ભગવાન ને કહે હાલોને આપણે  કરાચી વયા જાઈ.. આવા  વિચારો સતત ઢોર ચરાવતા કરે. બે ત્રણ વરસ મોટા  ભાઈ  ભગવાન ને કહે આતા ને કે ને આપણે કરાચી જાયે, અહીં ઢોર ચરવા ચટણી રોટલો અપૂરતી છાશ ખાવા કરતા તો, ભાગી જવું સારું.. દરરોજ રોટલો અથાણું કે લાલમારચુ  મીઠું અને છાશ ટબુડી છાશ માં પાણી નાખી રોટલા ના છેલ્લા બટકા સુધી હલાવવી.. આટલું તો ભાઈ આપણ ને કરાચી માય  મળી રહશે.. ભગવાન ઉપર ભરોસો રાખ, હાલ ને ભાઈ,આતાને  વાત કરને, બંને ભાઈ એ આતા ને વાત કરી, રાજા બાપાને વાત કરી, રાજાબાપા ને વાત ગળે ઉતરી, આમયે આ બેય છોકરા અહીં દુખીજ છે, અહીં ઢોર ચરાવવામાં જિંદગી ટુંકીજ કરવાના, કરાંચીમાં કદાચ સુખી થાય કે નપણ થાય, પણ વાડાસાડા  જેટલા તો દુઃખી નહીં જ થાય..!!!
Ramji Raja Patel-Jetpur
રાજા પટેલે પાંચેક રૂપિયા આડાઅવળા કરી  બંને ભાઈ ને આપ્યા, એક -એક આનો જેતપુર થી પોરબંદર ના રેલ ભાડાના, ચાર-ચાર  આના પોરબંદર થી કરાચી સ્ટીમર ભાડાના બાકી મહિનો પંદર દી ખર્ચના. ભણતર તો હતું નહીં , કાગળ પત્ર તો હતા નહિ, એમનેમ   અંધારામાં ધુબાકો મારવા નો હતો..  વાડાસાડા થી  ભાતાં ના ડબરા લઇ પહેરે કપડે હલી ને જેતપુર સ્ટેશન આવ્યા, શુભ સંકેત  અહીં થી જ મળ્યા ,ટીકીટ માસ્ટર ને પોરબંદર ની બે ટીકીટ માગી ટીકીટ માસ્ટર ગુસ્સા માં હશે કે કઈ પણ કારણ હશે એક રૂપિયો લીધા વગર, બે ટીકીટ અને  ચૌદ આના  રામજી ના હાથ માં મુક્યા, રામજી થોડી વાર વિચારવા માંડ્યો , તરત ભગવાન ને વાત  કરી કે આમ બન્યું, બંને ભાઈ એ વિચાર્યું અણહક નું ના લેવાય, ઉપર જઇ ને પરમાત્મા ને જવાબ આપવો પડે એટલી સાદી સમજ , બન્ને ભાઈ  બીતા બીતા ટીકીટ માસ્ટર પાસે પાછા ગયા ,  બંને ના વેશ જોઈ, કોઈ પણ વાત સાંભળ્યા વગર  ધમકાવી કાઢી મુક્યાં.. બંને દયા મણા મોઢે બાંકડે આવી બેસી ગયા, પરમાત્મા એ જાણે બરકત ના શુભ ગણેશ કરાવ્યા..  જાણે જિંદગી શુભ કરવટ લેતી હોય.. બન્નેના કપડાં અને વેશ જોઈ મુસાફર બધા સામે જોતા જતા હતા, તે સમયે કાઠિયાવાડ   માં  મોટાભાગે  છોકરા ગોઠણ સુધી ના લાંબા પહેરણ પહેરતા નીચે કાઈ ના પહેરતા ...  જેતપુર થી પોરબંદર રેલ મારફત પોહચી  "કલાવતી" આગબોટ માં બેસી  કરાચી જાવા  રવાના થયા..
બન્ને ભાઈ ના ચેહરા પર  ખુશીની આભા હતી, ઘેરે થી બાંધી આપેલી  ગોળ પાપડી, મીઠી પુરી ,ઢેબરાં ખાઈ રાતે સુતા સુતા ...સુટ, ચક ચકતાં બુટ , સુગંધી તેલ નાખેલ બાબરી વાળો ભીખાલાલ   પરકાયામાં  પ્રવેશ્યો,  સરમાં આવ્યો  , કહેવા માંડ્યો "કરાચી બહુ દૂર છે દરિયા ને પેલે પાર, ન્યા મહેનત કરવી પડે ...  "  આગબોટમાં  જાગતા -સુતા જેવી  કાગા નિંદરમાં ... આગબોટ નું ભૂંગડું વાગ્યું મુસાફર માં  ગણ ગણાટ ચાલુ થયો, કરાચી આવી ગયું ભોંભાખડું થયું , કરાચી ની લાઈટ દેખાવા  માંડી,  બન્ને ભાઈ ના મનમાં દિવાળી નો ઉજાસ પથરાયો, ચહેરા ઉપર સંતોષ ની  ઓરા ચમકવા માંડી, બંને ભાઈ એકબીજા ના હાથ કચ કચવી પકડી કરાચી ની લાઈટ ને આશા ભરી નજરે જોવા મંડ્યા.. જાણે નાનપણ માં ગુમાવેલી માં એ દર્શન દીધા.. !!!
આગબોટ કરાચી ના બારામાં લાંગરી, નિત્ય ક્રમ પ્રમાણે ત્યરે સમાજ બિલકુલ અભણ હતો, પત્ર વ્યવહાર બિલકુલ ન હતો ,દેશ ના સમાચાર લેવા માટે દરેક પરિવાર ના મોભી બંદર ઉપર આવે , રસ્તા ની  બન્ને બાજુ કતાર બંધ ઉભા રહી જાય પોતાની ઓળખ ,ગામ નું નામ બોલતા જાય, જો જાણીતા કે ગામના વ્યક્તિ કે સાગા વહાલા મળે તો ખબર અંતર પૂછે, સારા માઠા સમાંચાર મેળવી, આનંદ થઈ ગળે મળે આવકારે, તેના સાગા કે સંબંધી કોઈ ના હોય તો પોતાના ઘેર લઇ જય , કામ ધંધે વળગાડી કોઈ ભાડા ની જગ્યાએ રહેવાની વ્યવસ્થા કરી આપે , સમાજ ની આવી ઉમદા ભાવના હતી,
પરંપરા પ્રમાણે ભીખાલાલ ના આતા દેવશી મિસ્ત્રી ના નામે પ્રખ્યાત હતા તે પણ બંદર ઉપર આવેલ, બને ભાઈ બધા મુસાફરો સાથે ચકર -વકર જોતા જાય છે મનમાં આનંદ સાથે ભય પણ છે કોઈ જાણીતું કે ગામનું દેખાતું નથી ત્યાં દેવશી મિસ્ત્રી ની નજર લાંબા એકવડા  બાંધા ના રામજી પર પડી ,ભગવાન બેઠી દડીનો, પાછળ રહીગ્યો દેવશી મિસ્ત્રીએ  બૂમ પાડી, એ...લા... એ.. રામજી તું અહીં ક્યાંથી.. ? એકલો આ ઉંમરે તારા બાપે મોકલ્યો જીવ ના કોચવાણો...?   મામા.. હું એકલો નથી ભાઈ પણ હારે  જ  છે.. એટલો સંવાદ થાય છે ત્યાં ભગવાન પણ પોહચી જાય છે.. આમ બંને ભાઈ દેવશી મિસ્ત્રી ની ચાલ માં યોગ્ય જગ્યાએ પહોંચી જાય છે..  મોટા સામેઉભડક બેસવાની કાઠિયાવાડી પરંપરા  કહો કે ટેવ મુજબ  બંને ભાઈ બેઠા ,દેવશી મિસ્ત્રી ની નજરમાં આવ્યુકે નીચે ચડી  નથી પહેરી, ભીખાલાલની ચડી અને પહેરણ નાહીં ધોઈ પહેરવા કહ્યું, કરાચીમાં જિંદગીનું પહેલું કામ દેવશી મિસ્ત્રીએ ચડી પહેરવાનું કરાવ્યુ.. દેશ ના ખબર અંતર પૂછ્યા, ઘેર થી પૂછીને તો આવ્યા છો ને..? પોતે મિસ્ત્રી (કડિયા) કામ માં માહિર હતા એટલે  તેમણે પોતાની સાઇટ ઉપર ટોપલા તરીકે  તગારા ઉપાડવા, બાંધકામ માં પાણી છાંટવા ના કામે ગોઠવી દીધા, બંને ને પોતાની મર્યાદા ખબર હતી કે  આપણે અંગુઠા છાપ ,અભણ, બિલકુલ અક્ષર જ્ઞાન નહીં આનાથી વિશેષ કામ આપણને ના જ મળે, બંને ભાઈ સખત મહેનત કરવા માંડ્યા સમય જતાં તેમને માસી નો દીકરો હિરજી ઠાકરશી ઠુમર મળ્યો. ત્રણે ને સ્વભાવ ગત ખૂબ જ મનમેળ બેઠો ત્રણે એક જ ઓરડી માં રહેવા મંડ્યા, કોઈ ને ખબર ના પડે કે હિરજી તેનો સગોભાઈ નથી.. હાથે રસોઈ કરે  ત્રણે સાથે જમે અલક મલક ની વાતો કરે થાક્યા પાક્યા સુઈ સવારે કામ પર આ નિત્ય ક્રમ, ધીમેધીમે કોઠા સૂઝ થી ત્રણે જણ પોતાના કામમાં માહિર થવા લાગ્યા, આ ત્રણે પોતાનું કામ કરે, વિધાતા પોતાનું કામ કરે. પોતાની મહેનત અને વિધાતા જાણે હરીફાઈ માં ઉતર્યા, વિધાતા આગળ વધતા જાય, ત્રણે પોતાની હારથી ખુશ થાય, ત્રણે અંદરો અંદર ચર્ચા કરે આપણા નસીબ ખુલ્યા છે નહીતો આમ થોડું આગળ વધાય,  જે પારસી શેઠ ની નીચે કામ કરતા હતા તે વગદાર કરાંચીના મોટા કોન્ટ્રાક્ટર હતા તેસમયે કરાચી ની વસ્તી આશરે બે થી અઢી લાખ હતી વિકાસ ઝડપી હતો,  પારસી શેઠ પાસે અઢળક કામ રહેતું, નાના નાના   કોન્ટ્રાકટ આ ત્રણે મિત્રો ને પોતાના ગુડવીલ ઉપર ,પોતાની જવાબદારી ઉપર અપવાવમાં માંડ્યો, પોતે નીતિ મતાથી કામ કરવા લાગ્યા  , ગુણવત્તા સાથે બિલકુલ બાંધછોડ નહીં ,પારસી શેઠ ની ગુડવીલ ને  બિલકુલ આંચ ના આવવી જોઈએ, પારસી શેઠ ની ગુડવીલ ની ખેવના રાખવામાં ને રાખવામાં ત્રણે ની ગુડવીલ કેમ ,ક્યાં,અને ક્યારે બની ગઈ તેનો ખ્યાલજ ના રહ્યો, પારસી શેઠ પાસે બાંધ કામ કરાવનાર આ ત્રણે છોકરાની માગણી કરવા માંડ્યા.. ક્યારેક કોઈ અઘરા , મહત્વ ના કામ માટે પારસી શેઠ ને બદલે આછોકરાવ નો આગ્રહ રાખવો મંડ્યા, પારસી શેઠ ને આ ત્રણે છોકરા ઉપર ગૌરવ થયું, અને કહ્યું "ગુરુ કરતા ચેલા સવાયા" હવે તમે તમારી કંપની શરૂ કરો,
આમ ભગવાન રાજા એન્ડ કંપની નો પાયો નાખ્યો,  આ કંપની "દિન દુગની રાત ચૌગુની"પ્રગતિ કરતી ગઈ. આમ ત્રણે  ભગવાન માંથી ભગવાન શેઠ,રામજી માંથી રામજી શેઠ, હિરજી માંથી હિરજી શેઠ બની ગયા  ભણતર ઉપર ગણતર ચડિયાતું સાબિત થવા  લાગ્યું ,  માણસ પારખવાની શક્તિ રામજી શેઠ માં હતી તે ભણેલ ગણેલ માણસ ને યોગ્ય જગ્યા એ યોગ્ય વળતર થી ગોઠવવા મંડ્યા, પૈસો  પૈસો ને કામવાવ લાગ્યો,
કંપનીનો સિતારો તો ત્યારે ફર્યો જ્યારે અમરેલી ગાયકવાડી પ્રાંત નો હોનહાર,હોશિયાર યુવાન  હરિભાઈ સિદ્ધપુરા   જોડાયા ,અમરેલી તેનું વતન ગાયકવાડ ની સ્કોલરશીપ ની સહાય થી વિદેશ બાંધકામ શાખાનું એન્જીનિયરિંગનો અભ્યાસ કરી ગાયકવાડ સરકાર માં કરાર મુજબ નોકરી કરી પદ પ્રતિષ્ઠા કમાય છે , કરાર પૂરો થયો, રામજી શેઠ ના ધ્યાને આ હીરો આવ્યો, મનગમતા વડતરે પોતાની સાથે કમ્પનીમાં સામેલ કર્યો, પોતાના સમક્ષ  હકક આપ્યા, હક્ક ની સામે તેણે જવાબદારી પણ  એવીજ નિભાવી, મોટી મોટી બ્રિટિશ કંપની અને આંતરરાષ્ટ્રીય કંપની ઓને ભગવાન રાજા એન્ડ કંપની હંફાવવા મંડી, સિંઘ  પ્રાંત ના મોટા મોટા સરકારી કામો ભગવાન રાજા એન્ડ કંપની ને મળવા મંડ્યા...
સિંધ પ્રાંત માં ખાસ કરી કરાચી એર પોર્ટ, તેનો રનવે, રેલવે સ્ટેશન, બહુમાળી બિલ્ડીંગો ,  માસ મોટા સિનેમા હોલ, કરાંચીની મોટાભાગ ની વસાહતો , સરકારી સ્કૂલ કોલેજ, હિરાકુંડ ડેમ કોનર્ક,    ઓરિસ્સા ના મોટા કામો મળવા  લાગ્યા, ભગવેન રાજા એન્ડ કંપની આંતરરાષ્ટ્રીય સ્તરે ઉજાગર થવા  લાગી.
આજ અરસામાં  કાઠિયાવાડી ભાઈ કુટુંબ બધા એક સાથે રહે તે માટે લગભગ 400 પરિવાર એક સાથે રહી શકે તેવું "રાજા મેનશન" નું નિર્માણ કર્યું પોતાના પિતાને શ્રદ્ધાંજલિ રૂપે  અદભુત,  બેનમૂન સ્થપત્ય પોતાની કર્મ ભૂમિ ને અર્પણ કર્યું
રાજા મેનશન ને ચાર  દરવાજા હતા ચાર માળ હતા એક એક માળે 100 ફ્લેટ હતા લગભગ 400  ફ્લેટ ની વસાહત હતી, વચ્ચે મોટું મેદાન હતું તેમ ધાર્મિક  સામાજિક  પ્રસંગો ઉજવાતા, જયારે સમૂહ લગ્ન શુ કહેવાય ? તે  સમાજ ને ખબર નહોતી ત્યારે કોઈ પણ જાતના ફંડ ફાળા કર્યા વગર પોતે અંગત રીતે સર્વ જ્ઞાતિ મોટાભાગે કાઠિયાવાડી સમાજ લાભ લેતો હતો, પોતાની દીકરી ને જેમ કરિયાવર કરતા હોય તેમ સોના ચનદીના ઘરેણાં પણ આપતા.
કરાંચીમાં પ્રથમ વાર રોજી રોટી માટે આવતા માણસને રાજામેનશન માં છ મહિના ની શુલ્ક રહેવા મળતું તેને પોતાની કંપનીમાં પ્રથમ તક આપતા ,તેને બીજે સારી તક  મળે તેવા પ્રયત્નો પણ કરતા. ત્રણે શેઠ નો રણછોડ લેન, દેવશી મિસ્ત્રી ની લેન  ગુજરાતી વસાહત માં તેની બે ખચર ની બગી(તે  સમયે કાર ની પરંપરા નહતી) નીકળે ત્યારે વહુ વારુ માથે ઓઢી માન આપતા..નાના મોટા વ્યક્તિ રસ્તો આપી  માન આપતા હતા..
કંપની ની નામના ખુબજ વધી કલકત્તામાં એક વિશાળ બ્રિટિશ સરકાર ના કામ માટે મજદૂર પુરા પાડવા  નો કોન્ટ્રક મળ્યો. તેમાં ખુબજ કામણી  થઈ, બ્રિટિશ સરકારે પ્રશશતી પત્ર વાઇસરોય ના હસ્તે આપવાનું નક્કી કર્યું તેમાં ચેરમેન  તરીકે રામજી રાજા પટેલ ને  આમંત્રણ હતું કંપનીના મુખ્ય સહયોગી ,  ભગવાન શેઠ, હિરજી શેઠ હરિભાઈ એ કહ્યું અંગ્રેજી શૂટ ટાઈ  બુટ પહેરી ને જાવ કંપનીની  શનો શૌકત પ્રમાણે , પણ રામજી શેઠ પોતાની સંસ્કૃતિ પોતાની શાખ પ્રમાણે તે સમારંભ માં ગયા ગુજરાતી માં વાતો કરી દુભાશિયા દ્વારા  ચર્ચા કરી  અંગ્રેજ ઉચ્ચ અધિકારીઓ ને ચકિત  કરી દીધા. હદ તો ત્યારે થઈ મુલાકાતી બુક માં તેમની સાથે ગયેલ વ્યક્તિએ નોંધ લખી આપી નીચે અંગુઠો મારી મંજુર કર્યું અંગ્રેજ જોઇ રહ્યા આટલો ઊંચ દરજાનો માણસ બિલકુલ અક્ષર જ્ઞાન વગર આ કક્ષાએ પોહચી શકે ખરો..!!! અંગ્રેજો એ તેની કોઠા સૂઝ ને સલામ કરી...!!!
સમયે કરવટ બદલી   હિન્દુસ્તાન ની આઝાદી દરવજે ટકોરા પાડવા મંડી.. આઝાદી ના સુખ ની સાથે બટવારાનું દુઃખ પણ  લાવ્યું ભારત સાથે પાકિસ્તાન નું નિર્માણ થયું ભાઈ ભાઈ ના લોહી ના પ્યાસા થયા.  કરાર મુજબ કરાચી પાકિસ્તાન માં ભળ્યું.. બન્ને બાજુ હિજરત  ચાલુ થઈ લખો માણસો રેલ દ્વારા , પગપાળા, રોડ રસ્તે જે મળે તેમાં ભગમભાગ કરવા મંડ્યા, સામુહિક કત્લે આમ લાખો માણસો ના લોહી  રેડાયા.. આવી કપરી પરિસ્થિતિ માં દરિયાઈ માર્ગ એક જ સલામત છે  એવું લાગતા , રેલનો જોખમી માર્ગ પસંદ કરવા ને બદલે ભગવાન રાજા એન્ડ કંપની એ તમામે તમામ કાઠિયાવાડી પરિવાર ની મદદે આવી નાત જાત  ધર્મ ના ભેદ ભાવ વગર આગબોટો બાંધી કરાચી થી પોરબંદર  સલામત પોહચતાં કર્યા દરેક  પરિવાર ના સર સમાન માટે  કાર્ગો વહાણો બાંધી પોહચતા કર્યા..
1947 પછી પોતાનો  સમગ્ર કારોબાર મુંબઇ   મુકામે જોગેશ્વરી માં એક લાખ વાર જમીન એક સાથે લઈ હરિભાઈ સિદ્ધપરા,વાય. જી. પટેલ(યશરાજ પટેલ)  અર્જુનભાઇ કુંવરજી પટેલ કરાંચીના ત્રણે ભાગીદારો ભગવાન રાજા  પટેલ,  રામજી રાજા પટેલ, હિરજી ઠાકરશી ઠુમર સહિત છ ભાગીદારો વચ્ચે પટેલ કનસ્ટ્રક્શન નામે ચાલુ કરી હેઝ કંપની જે આલારામ ઘડિયાળ બનાવે છે એક સમય માં નામ હતું, બીજી એક કંપની પટેલ એન્જીનયરિંગ કંપની સ્થાપી જેમાં  નાના થી મોટી  અડધા હો. પા. થઈ લઈ મોટા મોટા ડેમો ,સ્ટીમર માં વપરાતી હજારો હો. પા. ની મોટર બનાવતી તેનું બ્રાન્ડ નેમ "inpro"હતું..
ખૂબ જ  ટૂંકું જીવન જીવી એક ઇતિહાસ રચી રામજી રાજા તા. 15 ડિસેમ્બર 1948 ના દિવસે હૃદયરોગ ના હુમલાથી અવસાન પામ્યા 2 વરસ ના ગાળા માં ભગવાન રાજા નું પણ ટૂંકી બીમારી માં અવસાન પામ્યા
રામજી રાજા પટેલ  ના  મોટાપુત્ર  સ્વ.પ્રભુદાસ ભાઈ નો પરિવાર હાલ જેતપુર , રાજકોટ રહે છે..  વચેટ પુત્ર સ્વ.ગોવિંદભાઇ ની પરિવાર મુંબઈ અને અમેરિકા રહે છે નાના પુત્ર સ્વ. ભુપતભાઇ નો પરિવાર અમેરિકા રહેછે.
દીકરીઓ જમુના બેન,દૂધીબેન,વસતબેન સુશીલાબેન નો પરિવાર મુંબઈ રહે છે નાની દીકરી કુમુદ બેન નો પરિવાર અમેરિકા રહે છે
બન્ને ભાઈઓ ની સ્મૃતિ માં મુંબઈ માં  જોગેશ્વરી મુકામે
"ભગવાન રાજા નગર" પટેલ એસ્ટેટ જેતપુર મુકામે ગોવિદ નિવાસ આજે પણ અડીખમ ઉભાછે..
---------ગુણવંત ધોરડા
            જેતપુર
             તા.13-મેં-2020
નોંધ:- સાથે
એક ફોટોગ્રાફ.. રામજી રાજા પટેલ
બીજો ફોટોગ્રાફ રાજા મેનશન કરાચી
ત્રીજો વિડ્યો રણછોડ લાઇન રાજા મેનશન 1985 મુસ્લિમ બિરાદર જાવેદભાઈ  ના સૌજન્ય થી
પૂર્ણ

કમરીબાઈ હાઈસ્કૂલ જેતપુર...મારુ શિક્ષણ તીર્થ દ્વિતીય..

Kamri-Bai
દરબાર શ્રી મુળુંવાળા સુરગવાળા શ્રી ને બે રાણી  હતા, એક કમરીબાઈ સાહેબા, બીજા સોમબાઈ સાહેબા બંને ની યાદ માં આજે પણ ધારેશ્વર મંદિર પાસે ,સોમેશ્વર મહાદેવ અને બીજા કમરેશ્વર મહાદેવ ના મંદિર હયાત છે બન્ને બહેનો હતી..

રાણી સાહેબા સોમબાઈની સ્મૃતિમાં પીઠડીયા માં "સોમબાઈ પ્રાથમિક સ્કૂલ"બાંધી લોકાર્પણ કરવમાં આવી,
મહારાણી કમરીબાઈ શિક્ષણ પ્રેમી અને શિક્ષણ ના હિમાયતી હતા. તેમને કરિયાવર માં બે હજાર સોનાની ગીની મળેલ , તેનો  સદ્ ઉપયોગ હેતુ થી તેઓશ્રી એ ઇ.સ. 1884 માં તે સમય ન લગભગ પાંત્રીસ હજાર માં કમરીબાઈ હાઈસ્કૂલ નું નિર્માણ કરી. તે સમય ન પશ્ચિમ પ્રાંતના પોલિટિકલ એજન્ટ શ્રી મિક સાહેબ ના વરદ હસ્તે લોકાર્પણ થયેલ, તે સમય આજુબાજુ ના પરાગણ માં એક માત્ર હાઈસ્કૂલ હતી દુરદુર થી આ હાઈસ્કૂલ માં વિદ્યાર્થી ભણવા આવતા હતા. આ સ્કૂલ  શરૂઆત માં મિડલ સ્કૂલ તરીકે ઓળખાતી, આ સ્કૂલ માં કો-એજ્યુકેશન હતું
Kamri Bai School-Jetpur
સ્કૂલ ના પ્રથમ બાહોશ, તજજ્ઞ હેડ માસ્ટર  શ્રી બી. કે. કેઠેગ્રી હતા, તેઓ શ્રી એ ખુબજ મહેનત કરી સ્કૂલ ને શનો શૌકત બક્ષી , સતત 49 વરસ ,1933 સુધીઆ હોદા ને શોભવ્યો..
ત્યારબાદ ક્રમશઃ
એમ. ડી. દેસાઈ 1933 થી 1935
બી. ડી. વ્યાસ 1935 થી 1940
આર. એલ. દવે  1940 થી 1947
આર. એલ. સીતુત1947 થી 1955
  એમ. યુ. મૂળિયાં 1955 થી 1958
  જે. પી. પારેખ 1958 થી 1961
   ડી.  એલ. અંતાણી 1961 થી 1965
   સી. બી. જોશી      1965 થી 1981
1955 ના અરસામાં કુંભાણી ગર્લ્સ હાઈસ્કૂલ શરૂ થઈ સીતૂત સાહેબ ની હેડમાસ્તર તરીકે નિમણૂક થયેલી..
આવી ગૌરવવંતી સ્કૂલ માં મેં પંડ્યા પ્રાઇમરી સ્કૂલ માં ધોરણ સાત પાસ કરી ઇ.સ.1968 માં પ્રવેશ મેળવ્યો . ત્યારે મારી મન ની સ્થિતિ કંઈક અલગ હતી, પંડ્યા સ્કૂલ થોડે ઘણે અંશે ગામઠી શાળા જેવી હતી તેમાં પાટલી ઉપર પલોઠી મારી બેસવાનું હતું, કમરીબાઈ હાઈસ્કૂલ માં બેન્ચ હતી તેમ બેસી ભણવાનું  , ઘેર જઇ નવી સ્કૂલ ની વાતો કરવાની તે સમયે ગમતી,
કમરીબાઈ હાઈસ્કૂલ માં સૌ પ્રથમ વાર મારી બેન હેમલતા તેમની બહેનપણી કુમુદ પટેલ સાથે આંગળીએ રોઈ ને ગયો હતો, તે બનાવ  એક વિધાર્થીએ  બીજા વિધાર્થી નું નજીવી તકરાર માં  ખૂન કરી નાખેલ, ત્યાં મેં જમીન ઉપર લોહી નું પાટોળુ ભરેલ જોયું હતું. તેજ ક્લાસમાં મારો આઠમા ધોરણ નો કલાસ હતો અમારા વર્ગ શિક્ષક ગટુ પરમાર સાહેબ હતા.
કમરીબાઈ હાઈસ્કૂલ માં બે અલગ અલગ બિલ્ડીંગ હતા એક માં ખુલી આઠ દસ ફૂટ ની  પરસાળ  હતી પાંચ થી છ પગથિયાં પ્લીન્થ હતી  બંને બાજુ મોટામોટા આઠ રૂમ વીશાળ ચાર બારી ચાર દરવાજા એક રૂમ માંથી બીજા રૂમ માં જઈ શકાય  વચ્ચે બે રૂમ એક મોટા હોલ માંથી બે ભાગ  કર્યા હોય તેવા રૂમ..
બીજું બિલ્ડીંગ બે માળ નું હતું  આઠેક રૂમ નીચે ઉપર ઓફીસ વિભાગ બે રૂમ વધારાના અને એ મદયસ્થ ખંડ.  આબન્ને બિલ્ડીંગ કાઠી સ્થાપત્ય ને અનુલક્ષી બનાવેલ હતા જ્યારે ત્રીજું બિલ્ડીંગ પાછળ થી જરૂરત પ્રમાણે આઠ દસ રૂમ ,એક લેબોરેટરી વાળું જુના બિલ્ડીંગ થી અતળું લગે તેવું બનેલું.. આમ અમે ભણતા ત્યાંરે 25 થી 30 કલાસ  હતા શરૂ આત માં અમે ફૂલ ટાઈમ સવારે 10 થી 5 અભ્યાસ કરતા, બાદમાં સંખ્યા વધતા બે શિફ્ટ માં સ્કૂલ ચાલતી 1800 થઈ 2000 વિદ્યાર્થી ભણતા.
અમારા સમય માં અભ્યાસ  ક્રમ સર્વાંગી વિકાસ ને નજર માં રાખી  તૈયાર કરવામાં આવતો, દરિક કલાસ રૂમ બહાર નોટિસ બોર્ડ હતું તેમાં વિદ્યાર્થી એ બનાવેલ કૃતિ રાખવા માં આવતી  તેની ચર્ચા દર શનિવારે કરવામાં આવતી.
વિદ્યાર્થી પોતે વહીવટ કરે તે માટે વિધાર્થી પુસ્તક ભંડાર વિદ્યાર્થી ના સહયોગ અને સહકારથી ચાલતો તે માટે  તેની ઓરડી જેવા રૂમ ફાળવવામાં આવેલ, તેમાં નોટબુક ,કંપાસ, પેન શાહી જેવી વસ્તુ મળતી,  ફરેક કલાસ ની અલગ લાઈબ્રેરી હતી, એ મધયસ્થ લાઈબ્રેરી હતી, જે વિશાળ હતી. રમત ગમત ના સાધનો માટે એક અલગ થઈ સ્પોર્ટ્સ રૂમ હતો,આબધી વ્યવસ્થા નિઃશુલ્ક રહેતી. દર વર્ષે વિદ્યાર્થી માં સાહિત્ય લેખન માં રસ, રુચિ વધે તે માટે એક  વાર્ષિક મેગેઝીન પ્રસિદ્ધ કરવામાં આવતું  હતું.
વકૃત્વ સ્પર્ધા યોજાતી, એક દિવસ "વાર્ષિક દિવસ"પણ ઉજવાતો તેમાં નાટક ,સંગીત મિમિક્રી જેવી આઈટમ રાજુ થતી, અમારા સમય માં વર્ગે વર્ગે ઇન્ટર કોમ ની વ્યવસ્થા ગોઠવાઈ હતી, પ્રાર્થના કલાસ  રૂમ માં જ બોલતી, ઇન્ટર કોમ માં પહેલા હેડમાસ્તર સી.બી.જોશી સુવિચાર રાજુ કરે  પછી ટેપ રેકોર્ડ ઉપર સમૂહ પ્રાર્થના ગવાય..ત્યારબાફ કલાસ ચાલુ થાય.
આઠમા ધોરણ માં હું મોનીટર હતો 26  જાન્યુઆરી નિમિતે  પ્રદર્શન નું આયોજન કર્યું, અમારા કલાસે ભાદર ડેમ નું મોડેલ બનાવવાનું નક્કી કર્યું બીજા થોડા પ્લાન માં માં પવનચક્કી, , ગામડાના દ્રશ્યો નક્કી કર્યા, ભફર ડેમ ગારા માટી પથ્થર નો બનાવ્યો સાંજે પ્રોજેકટ પૂરો કરી ડેમ માં પાણી ભરી સૌ સૌ ના ઘેર ગયા, સાવરે 10 વાગ્યે પ્રદર્શન ખીલું મુકવાનું હતું, 8 વાગ્યે અમે કલાસ માં ગયા તો ભાદર ડેમ નું પાણી નીતરી બધું બહાર ડેમ ના પાળા તૂટેલા પાણી સુકાઈ ને તળિયા પડી ગયેલા , અમે બધા અવાચક થઈ ગયા કે હવે છેલ્લી ઘડીએ શુ કરીએ અમે સ્પર્ધા માંથી બહાર નીકળી જશું, હવે કશું થઈ શકે તેમ નહતું, બાજી અમારા હાથ માં ના હતી, અમને એક એક વિચાર આવ્યો તે સમયે મહારાષ્ટ્ર માં ભૂકંપ આવેલો જે "કોઈના ભૂકંપ "તરીકે ઓળખાયો હતો . અમે  માત્ર અમારા  પ્રોજેકટ નું શીર્ષક બદલ્યું "ભાદર ડેમ"નું પાટિયું ઉતારી લખી નાખ્યું "કોઈના ભૂકંપ' અમારા કોઈના ભૂકંપ ને પ્રથમ ઇનામ મળ્યું . અમને એક નવો પાઠ શીખવા મળ્યો કે હિંમત હાર્યા વગર અંતિમ ક્ષણ સુધી સ્પર્ધા મા ટકી રહો , આજ સફળતા નો ગુરુ મંત્ર ...હજી  પણ આ ગુરુમંત્ર એટલોજ કામ આવેછે...
સાહિત્ય પ્રવૃત્તિને વેગ આપવા અમારી સ્કૂલ માં 1961 થી રેગ્યુલર  "જ્યોતિર્ધર" વાર્ષિક મેગેઝીન પ્રસિદ્ધ થતું   નવમા ધોરણ માં અમારા ક્લાસટીચર આર.. ડી. ચૌહાણ સાહેબ હતા તેઓ એ મને ભાર પૂર્વક આગ્રહ કર્યા ,કે તું મેગેઝીન માટે વાર્તા લાખ મેં કહ્યું મેં ક્યારેય પણ લખી નથી ,તો મને સમજાવ્યું કે તું મુદ્દા ઉપરથી વાર્તા સરસ લખી શકે છે..  અમારા કોર્સ માં નીચેના મુદ્દા ઉપર વાર્તા લાખો એવો એક પ્રશ્ન ગુજરાતી ના પેપર માં આવતો તે મારો ગમતો પ્રશ્ન રહેતો તેના પરથી હું સરસ વાર્તા લેખન કરતો. મને સૌ પ્રથમ  ચૌહાણ સાહેબે મુદ્દા આપ્યા અને મારી પહેલી વાર્તા લખાઈ "ચબરખી" જે "જ્યોતિર્ધર "માં પસંદગી પામી , મને તો આનંદ થયો, પણ મારા કરતાં વધારે આનંદ ચૌહાણ સાહેબ ને થયો  આ અંક મને મારા મિત્ર ભુપેન્દ્ર સિંહ અભાણી એ  ગઈ કાલેજ પોતાની લાઈબ્રેરી માં મોકલ્યો તેનો ફોટો ગ્રાફ અને મારી વાર્તા "ચબરખી "ના બે પેઈજ ના ફોટા લેખની નીચે મુક્યા છે ...
Kambri Bai-Magazine
કમરીબાઈ હાઈસ્કૂલ માં મોટા મોટા કવિ લેખકો સાહિત્ય કરો પોતાના વિચારો અને વક્તવ્ય રજૂ કરી ગયા છે તેમના અમુક નામ મને યાદ છે, હાસ્ય લેખક શ્રી જ્યોતિદ્ર દવે. સૌરાષ્ટ્ર યુનિવર્સીટી ના પ્રથમ કુલપતિ શિક્ષણવીદ ડોલરરાય માંકડ, જજશ્રી ખરાદી સાહેબ.. પધારી ચુક્યા છે..સંગીત અને ગાયન ક્ષેત્ર વિદ્યાર્થી ને પ્રોત્સાહિત કરવા ડી. એસ. પી. (ધીરેન્દ્ર શાંતિલાલ પારેખ) એન્ડ  પાર્ટી નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો..
અમારા વખત માં અમારી સ્કૂલ માં કોમર્સ વિષય ચાલુ થયો મેં કોમર્સ  સંસ્કૃત ની અવેજીમાં પસંદ કર્યું.સંસ્કૃત ના શીખ્યા નો રંજ આજે પણ છે.. કોમર્સ માં ટાઈપ વિષય પણ શીખવાડવામાં આવતો, જે આજે આલખવામાં કામ આવેછે  અમારા કોમર્સ ના શિક્ષક  પી. બી . ગુજરાતી હતા પારિવારિક નામ નાનુભાઈ હતું, ટાઈપ અમને ગોંડલીયા સાહેબ શીખવાડતા હાલ તે પટેલ ટાઈપ ઇન્સ્ટિટ્યૂટ સ્કૂલ ની બાજુ માં ચલાવે છે.
My first ever published story-Inspiration
અમારા શિક્ષકોની વાત કરું તો , સી.બી. જોશી સાહેબ,આર. એલ .જોશી સાહેબ એલ.બી. જાણી સાહેબ, ડી.ડી. જોશી સાહેબ,  રઘુપ્રસાદ સાહેબ ,બી.એમ વ્યાસ સાહેબ, એમ. એમ. પન્નાપા સાહેબ,જે. કે માયાણી સાહેબ, આર. સી. વ્યાસ સાહેબ, ડી. સી. પારેખ સાહેબ, એચ. વી. સિંગાલાં સાહેબ, એમ. એલ. જોગણી, જી. એચ. ટાટામિયા સાહેબ, એફ. એ. ઝાલા, એ. એમ મકવાણા, બી. પી. સોલંકી, બી. જે. જાખરીયા સાહેબ, એમ, એમ. વ્યાસ સાહેબ, ડી. એસ. ટીલાળા સાહેબ, વી. એસ. ભીમજીયાણી સાહેબ,  શિવશંકર દવે સાહેબ આ ઉંમરે પણ યાદ આવે દરેક ની કંઈક ને કંઈક ખાસિયત હતી જે બીજા શિક્ષકો થી વિદ્યાર્થી ઉપર અલગ છાપ  છોડી ગયા  એટલેજ આપણે કહી શકીએ કે અમારા સમય ના શિક્ષકો આજના શિક્ષકો થી મુઠી ઉંચેરા હતા... વહીવટી વિભાગ માં રાજેન્દ્ર દવે સિનિયર ક્લાર્ક, અમુભાઈ જુ. ક્લાર્ક, પટાવાળા ગોરધન ભાઈ, ઝીણાંભાઈ, પગી સેવરામ ભાઈ હતા..
અમારા કલાસ માં રોહિત પટેલ. મહેન્દ્ર દોમડિયા રમેશ પટેલિયા, પ્રદીપ ધોરડા, હું (ગુણવંત ધોરડા)  બાબુલાલ મકવાણા ,ધીરજ ધાનક. અશોક થડેશ્વર બધા બાલચોક ના , મોટાચોક વિસ્તાર માંથી. રાજુ પારેખ (વાસ્તુ શાસ્ત્ર નિષ્ણાત) વિજય પારેખ (હાલ ડો. વિજય પારેખ અમેરિકા સ્થિત) નયનેશ શાહ જે  મેટ્રિકમાં સ્કૂલ પ્રથમ  હતો હાલ દિલ્હી , પંકજ રાઠોડ, નરેન્દ્ર કલ્યાણી વગેરે હતા, ફૂલવાડી માંથી સુધીર બોસમિયા, કિશોર વીંછી, ગિરીશ બોસમિયા  વગેરે હતા.  ડેડરવા થી સુરેશ વઘાસિયા, બાવવાળા પરા માંથી વલ્લભ વેકરીયા,  હર્ષદ વ્યાસ,પરસોતમ કાપડિયા, પરસોતમ વેકરીયા વગેરે હતા,ધરમવાડી માંથી શામજી કાપડી, સરકારી નોકરિયાત પરિવાર માંથી  એમ એ ખરાદી (ન્યાયાધીશ ના દીકરા હતા) ભાઈ ચંદ પટેલ (મેલેરિયા દાક્તર ના ભાઈ), વીરેન્દ્ર શાહ   (એ્ક્સસાઈઝ ઓફિસર ના દીકરા) આબધાં બદલી થતા શાળા છોડી ગયા એમ.એ. ખરાદી હું ડી .કે .વી. કોલેજ માં હતો અને એ એમ. પી. શાહ કોમર્સ કોલેજ માં હતો ત્યારે આવરો જાવરો અમુક સમય રહ્યો પછી  આ ત્રણમાંથી ક્યારેય કોઈ મળ્યું નથી.. અમારું કલાસ નું જગત હતું અમુક મિત્રો ભુલાયા પણ હશે જ ..
કિશોર અવસ્થા હોય.. !!!  અને ધીંગા મસ્તી ના હોય તેવું બને ખરું...!!!  .સ્કૂલ પાસે પોતાનું 16 એમ. એમ.  પ્રોજેક્ટર હતું સ્ક્રીન પણ હતો, આપ્રોજેક્ટર થી એક  ટૂંકી ફિલ્મ બતાવવાનો કાર્ય ક્રમ હતો તેમ એક સીન એવો હતો કે તેમાં આદિવાસી એક પંગત માં બેસી બધા આદિવાસી સમૂહ ભોજન કરી છે.. બાજુમાં ઘોડા લાદ કરેછે..  તેવુંમારો મિત્ર યુનુસ મેમણ ફિલ્મ પ્રોજેક્ટર નો જાણકાર તેને પ્રોજકટર  .. ચાલુ બંધ કરતા આવડે  અને જાણકાર પણ ખરો મને કહે આફિલ્મ ની પટી (રીલ) ઊંધીએ ઊંઘી  એમનમ ચાલુ કરીએ એટલે બધી પ્રક્રિયા ઊંઘી ચાલે ખાલી થાળી માં  મોઢા માંથી ધીમે ધીમે કોળિયા મદારી ના ગોળા ની જેમ બહાર નીકળે અને થાળી માં ફરી થી ગોઠવતા જશે ,આખી થાળી ફરીથી હતીએવીને એવી તૈયાર થઈ જશે.. બધા ને આ જોવાની મજા પડશે.. સાહેબ ચાલુ કરીને ઓફીસ માં ચાલ્યા ગયા હતા ફિલ્મ પુરી થઈ. યુનુસે  મારી મંજૂરી થી જાદુગીરી ચાલુ કરી..  આદિવાસી બધા પોતાના મોઢા માંથી કોળિયા કાઢતા જાય થાળી માં મુક્તા જાય થાળી ભરાતી જાય છોકરાવ દિગમૂઢ થઈ જોવે..  ચરમ સીમા તો ત્યારે આવી કે ઘોડાની લાદ ના ઢગલામાંથી  ક્રમ બદ્ધ એક  પછી એક લાદ ઘોડા ના શરીરમાં પ્રવેશવા મોંડી, છોકરાવ ની  એકી સાથે ચિચિયારી ઓફિસમાં પોહચી ઓફિસમાંથી  સી. બી. જોશીસાહેબે દોડતાં આવ્યા અમારી તરકીબ જોઈ પ્રોજેક્ટર બંધ કર્યું ..  ગુસ્સામાં અમારા બંને સામે જોયું , અમે પ્રોજેક્ટર પાસે જ હતા,   પણ અમે બન્ને મક્કમ રહ્યા કોઈ કોઈનું નામ ના આપ્યું, સી. બી. જોશી સાહેબ નવી ફિલ્મ ચાલુ કરી ચાલ્યા ગયા, અમે બન્ને બચી ગયા નો સંતોષ લઇ ફિલ્મ જોવા મંડ્યા.. બીજે દિવસે મને અને યુનુસ ને  લોબીમાં મળ્યા ત્યારે હળવાશ થી કહ્યું, હવે  બીજી વાર આવું કરતા નહીં... સી. બી. જોશી સાહેબ જેવા કડક હેડમાસ્તર પાસે થી અમને આવી  અપેક્ષા ન હતી...!!! આવા ઘણા પ્રસંગો સ્કૂલકાળ દરમ્યાન બન્યા હતા.
કમરીબાઈ હાઈસ્કૂલ બહાર પણ એક અદભૂત દુનિયા હતી, અહમદ કસમ ગાભાની ટોકર કાકા ની હાટડી જેવી દુકાન તેમાં કાગળ , પે ન, નિબ,શાહી પેન્સિલ રબ્બર જેવી ચીજો સિંગ દાળિયા,વટાણા પીપરમેન્ટ ચોકલેટ બિસ્કુટ બોર કર્મદા, રાયણ ટીમબરુ, આંબળા  મીઠીઆંબલી દેશી આંબલી  બદામ જેવી અનેક જણસ, તેની બહાર પણ ગરીબ સ્ત્રી આબધીવસ્તુ લઇ ને બેઠી હોય.. તો દરવાજા ની બાજુમાં તારભાઈ ની ગુલ્ફી  તેની રેંકડી નું નામ તાજ ગુલ્ફી બાજુમાં જુસબ ની ગુલ્ફી તેની રેકડીનું નામ નાજ ગુલ્ફી. બન્ને ની ક્વોલિટી બેસ્ટ હતી  કમરીબાઈ માં ભણેલ વિદ્યાર્થી એવો નહીં હોય કે જેણે આગુલ્ફી ખાધી નહીં હોય.. 1969 કે 1970 માં કોકકોલ નવી નવી આવી હતી 5 પૈસા માં અમને બધાને સૌરાષ્ટ્ર કોલડ્રિન્કસ હાઉસ માં મળતી પાંચ ઢાંકણ ભેગા કરીયે તો એક મફત ત્યારે સોડા ના પણ 5 પૈસા હતા, પણ બધાને કોકાકોલાના રવાડે ચડાવવા આ સ્કીમ હતી  બીજે 10 કે 15 પૈસામાં મળતી અમે બધાએ પાંચ પૈસા માં ખૂબ લાભ લીધો, ગુલ્ફી ની રેંકડી પછી ગુલો (ગુલાબ) ચણાવાળો ઉભોરહેતો તે 5 પૈસામાં ચા ની રાકબી ભરી ગરમા ગરમ ચણા ખાટી મીઠી તીખી ચટણી ડુંગળી ની કચુંબર નાંખી આપતો આટેસ્ટ મને  આટલા વર્ષે પણ યાદ છે. સામે "મયુર કુંજ" ની પારીએ અમે બેસતા, ધમાલ કરીએ તો ખીજાતા તો ક્યારેક ઠંડુ પાણી પણ પીવડાવતા એ બેન નું નામ અમે કયારેય પૂછ્યું નહીં અમને કોઈએ કીધું પણ નહીં, એ  રૂપાળા નમણા બેન હજી પણ યાદ છે તેટલી ખબર હતી તેની સરનેમ ગાંધી હતી,જૈન  ધર્મી હતા...
આમ જોત જોતા માં 1971 નું વરસ આવીગયુ, જેતપુ પરીક્ષા સેન્ટર ના હતું એટલે ધોરાજી સેન્ટર માં મેટ્રિક ની પરીક્ષા આપી પાસ થઈ બધા અલગ અલગ ફિલ્ડ માં જતા રહ્યા.. મોટાભાગ ના સુખી જીવન જીવ્યા.. આ કમરીબાઈ હઇસ્કૂલ માંથી કેટલાક ડોકટરો બન્યા કેટલાક એન્જીનીયર બન્યા કેટલાક વૈજ્ઞાનિક બન્યા કેટલાક ઉદ્યોગપતિ બન્યા મોટા વેપારી બન્યા...
કમરીબાઈ હાઈસ્કૂલ માં અભ્યાસ કરી પોતાની પ્રતિભાના જોરે અને કમરીબાઈ હાઈસ્કૂલ માં જેની પ્રતિભા પાંગરી હોય તેવી વ્યક્તિ ની પ્રથમ હરોળ માં લેખક સાહિત્ય કાર ધૂમકેતુ, પ્રસિદ્ધ સાહિત્યકાર  લેખક રજનીકુમાર પંડયા,  વાર્તાકાર બહાદુર ભાઈ વાંક,  ગઝલ સમ્રાટ મનહર ઉધાસ પંકજ ઉધાસ  યાદ કરવાજ પડે....
------ગુણવંત ધોરડા
                 જેતપુર
       તા. 9-મેં-2020
નોંધ..પૂરક માહિતી તથા જ્યોતિર્ધર ફોટોગ્રાફ સૌજન્ય  બાલ મિત્ર શ્રી ડો. ભુપેન્દ્ર સિંહ અભાણી જેતપુર હાઈસ્કૂલ નો ફોટોગ્રાફ મિત્ર જીતુભાઇ ધાધલ ના સૌજન્ય થી