ગઈ કાલે એક ફિલ્મ જોઈ..
"હાથી મેરે સાથી"
જે મારી જાત ને સ્મૃતિ ને.52 -53 વર્ષ ભૂતકાળ માં ખેંચી ગઈ
–-----–-------------------------------------------------------
હાથી ભૂરાયો થયો...
હાથી ગુસ્સે ભરાયો..
હાથી ગાંડો થયો...
નોરતા અને દિવાળી વચ્ચે ના દિવસો એટલે અમારી દુકાન ના વાર્ષિક સાફ સફાઈ ધૂળ ધાખડ ના દિવસો આગળ માં જે બે ત્રણ રવિવાર તેમાં અનુકૂળત મુજબ નો કોઈપણ એક નક્કી કરેલ રવિવાર ના દિવસે હું , મારા મોટાભાઈ સ્વ. મનસુખભાઇ, ભત્રીજો પ્રદીપ, દુકાન સાફ કરતા હતા અમારી દુકાન બે માળ ની હતી નીચે વેપાર કરતા હતા અને ઉપર સોનાનું ઘડામણ કામ થતું હતું નીચે સફાઈ કરી ઉપર ની પણ સફાઈ મોટા ભાગે થઈ ગઈ હતી. ઉપર ના ભાગે સળિયા વગર ની બે ડોકાબારી હતી સામે કંસારા કાનજી ભાઈ અને કાંતિ ભાઈ ની દુકાન હતી બાજુ માં શાંતિભાઈ બાવીસી ની જયવંત એન્ડ કંપની કંસારાની બાજુમાં માં મોનજીબાપા લુહાર હરસોરની દુકાન તેની સામે મહમદ ભાઈ સોડા વાળા અમારી બીજી બાજુ બચુભાઈ વસાણીની દુકાન સામે વિઠ્ઠલભાઇ દરજી ની મોટી દુકાન બધા મજાક મસ્તી કરતા સૌ પોત પોતાની ફૂંકાન સાફ કરતા હતા..
લગભગ સાંજના 5જેવો સમય થયો હશે એક એક દેકારો ગોકીરો રાડા રાડ થવા માંડી મેં અમારી બારી માંથી જોયુ તો કંસારા ની દુકાન પાસે નો ઇલેક્ટ્રિકનો વાયર જુલા ની જેમ જુલવા માંડ્યો ચાર બાજુ અફડા તફડી થવા માંડી લોકો મોટાચોક બાજુ ભાગવા મંડ્યા દોડી આવતા માણસની બાજુ જોતા ત્યાં એક જીપ ,કાંતિ મહારાજ સોડાવાળા ની સોડા ની રેંકડી અને એક હાથી તેની ઉપર મહાવત બેઠો છે હાથી ઇલેક્ટ્રિક ના થાંભલા ને સૂંઢથી હચમચાવે છે ધડાધડ દુકાનો બંધ થવા માંડી હાથી ની સૌ થી નજીક દરજી અમરશી જીવરાજ ની દુકાન તેની બાજુમાં અલંકાર સાડી માર્ટ સામે કાંતિભાઈ રાઠોડની પંકજ સાડી માર્ટ હાથી ના પાછળ ના ભાગ માં વાડીભાઈ ચોકસી ની દુકાન સામે જગનભાઈ ચોકસી બાજુમાં ત્રમ્બક છગન ની કાપડ ની મોટી દુકાન ગાંધી ની કાપડ ની દુકાન આગળ જતાં રાજમહેલના દરવાજા સામે જ્યંતી ભાઈ પોથવવાળા ની દુકાન બધી દુકાન આંખ ના પલકારામાં ટપોટપ બંધ થઈ ..અમરશી જીવરાજ ની દુકાન નું શટર બંધ થતાં હાથીએ પોતાની તાકાત થી માથું મારતા શટર બેવડું વળી ગયું.. અંદર ના માણસો લાંબો સમય અંદર રહી ગયા..
હાથી ગાંડો થવા નું મૂળ કારણ બીજે દિવસે બહાર આવ્યું કાંતિભાઈ રાઠોડ ની દુકાનમાં તેમના નાના ભાઈ મહેન્દ્રભાઈ જેઓ હાલ રાજકોટ સ્થાઈ થયાછે તેમના થોડા મિત્રો કાયમ સાંજે તેમને ત્યાં બેસવા આવે તેમ એક હસમુખ પટેલ જે પૂર્વ ધારાસભ્યરમણિકભાઈ પટેલ ના ભાઈ થાય જેઓ હાલ અમેરિકા સ્થાઈ થયેલ છે તેઓ બધા માંથી કોઈકે માજા માટે કે હોશમાં આવી ને કે પછી યુવાની ના મદ માં હાથી ને પાંચ છ સોડામાં બરફ નાખી સીધી બરફવાડી સોડા એની સૂંઢ માં રેડી હાથી શ્વાસમાં સટ લીધી બરફ સહિત તેને ઊંડે સુધી ચડી હાથીની શારીરિક રાસાયણિક સ્થિતિ છિન્નભિન્ન થઈ મગજ ગુમાવ્યું ..
હાથી ગુસ્સે થયો.. હાથી ભૂરાયો થયો ..ટુક માં હાથી ગાંડો થયો ..ત્યાં પડેલ જીપ ને ઊંઘી નાખી મારાજ ની રેંકડી ઊંઘી નાખી, મારાજ ની રેંકડી નો કચરઘાણ કાઢ્યો થોડી વાર શાંત રહ્યો મહાવત સતત અંકુશ માં રાખવા પ્રયત્ન કરતો રહ્યો, અચીંતો હાથી ફર્યો ધોરાજી દરવાજા તરફ દોડ્યો પાછળ નાના મોટા સૌ ઉમર ના ભેદ ભૂલી એક ટોળા રૂપે હાથી ની પાછળ હું પણ મોટાભાઈ ને હવાલે દુકાન મૂકી ટોળાનો એક ભાગ બની ગયા આગળ ગાંડો હાથી પાછળ ગાંડપણ ભર્યું ટોળું આમે ટોળા ને વળી બુદ્ધિ કેવી...!!!
હાથી અને ટોળું દેકારો અને ચિચ્યારી કરતું હજી મહેશ વસા ના ડેલાંથી થોડું મસ્જિદ પાસે પહોંચયું ત્યાં અંકુશ માં રાખવા સતત પ્રયત્નશીલ મહાવત ને ઉપર થી સૂંઢ માં લીધો, મહાવત ને ઉપર નીચે કરે ટોળાનો જીવ અધર થઈ ગયો એકાએક સુઢ ગોળ ગોળ ફેરવી કર્યો ફૂટબોલ ની જેમ ઘા બધા ના મોઢા માંથી રાડ નીકળી ગઈ એ....એ... ગયો...!!!પણ એક માળ ની નળિયાં વાળી દુકાન પાર પડ્યો લોકો એ હાશકારો અનુભવ્યો..રામ રાખે તેને કોણ મારે.. મહાવત બાલબાલ બચી ગયો..
આગળ હાથી ગાંડો પાછળ ટોળું ગાડું હાથી ક્યારેક દોડે તો ટોળું દોડે હાથી ઉભો રહેતો ટોળું ઉભું રહે હાથી પાછો ફરેતો ટોળું ભયભીત દશામાં પાછું ભાગે જાણે હાથી પાસે ટોળા નું રિમોટ કેમ ના હોય..? ચિચિયારી સતત ચાલુ અવામાં એક મજૂર રેંકડી લઇ ખાદી ભંડાર વાળી સાંકડી શેરી (વિષ્ણુ ડાઈગ વાળી) માંથી નીકળી, હાથી થી થોડો આગળ હતો લોકો અવાજ કરી ચેતવે પણ તે પોતાની ધૂન માજ હાલ્યો જાય ટોળું અને હાથી નજીક પહોંચ્યા ત્યારે તેનું ધ્યાન ગયું પણ મોડું થઈ ગયું , મલમલના તાકા ભરેલી રેંકડી ફોટબોલ ની જેમ ઉલાળી મજૂર બીકનો માર્યો દીવાલ ની સટો સટ ચોંટી ગયો હાથી આવેશ અને ગુસ્સામાં તેને માથાથી દબાવવા કોશીશ કરી પણ હાથી ને પોતના દાંત ને લઈ સફળતા ન મળી. હાથી જેવો દબાવ જાય મજૂર તેના બે દાંત વચ્ચે સલામત બાકી જાય ,હાથી થાકી હારી પ્રયત્ન મૂકી મોટે મોટે થી અવાજ કરતો સ્ટેન્ડ ચોક તરફ ભાગ્યો
થોડીવાર સ્ટેન્ડ ચોક ની વચ્ચો વચ્ચ આવેલ થાંભલા ને બેચાર ચક્કર માર્યા ફરીથી તીનબત્તી ચાર રસ્તા આજનો ચાંપરાજ વાળા ચોક ત્યારે પૂતળું ના હતું ત્યારે ચેતના સિનેમા પણ નહતું સીધો ધોરાજી રોડ ઉપર સામેથી ધોરાજી થી એ ટેક્ષી આવતી દેખાઈ તેના ડ્રાયવરે હાથી દોડતો અને પાછળ ટોળું જોયું એટલે તેને અજુગતું જણાયું તેમણે ટેક્ષી પડતી મૂકી ભાગવાનું કહ્યું કરમની કઠણાઈ કે આટેક્ષી માં ધોરાજી માં પ્રખ્યાત વ્હોરાજી હાડ વૈદ્ય હતા તેની પાસે પગે પાટો બંધાવેલ વ્યક્તિ સૌ થી આગળ એક પગે દોડતો જાય એક સાથે સૌ હસી પડ્યા અને હાથી એ ટેક્ષી નો કચ્ચરઘાણ કાઢી નાખ્યો .ત્યાંથી હાથી રોડ મૂકી આડા રસ્તે વળી ખેતર માં નીકળી ગયો અંધારું પણ થાવા આવ્યું હતું અમે સૌ હાથી ની કુતુહલ વસ ચિંતા , ચર્ચા કરતા સૌ સૌના ઘેર ગયા..
હું પણ ઘર ગયો મારી બા ,બેન, ભાભી ને મોટું પરાક્રમ નજરો નજર જોયું હોય તેમ આંખો દેખ્યો અહેવાલ પ્રસ્તુત કરતો કરતો મનમાં એકજ વિચાર આવે હાથી નું શુ થશે...?હાથી કોઈ ને મારી તો નહીં નાખે ને..?
હાથી જલ્દી સાજોસારો ડાહ્યો થઇ તો જશે ને...? જમીને સૂતો ત્યારે પણ હાથી ના જ વિચાર કરતો કરતો સૂતો...
બીજે દિવસે સવારે વહેલો ઉઠી ગયો અને ઉઠતા વેંત મારીબા ને હાથીના સમાચાર પૂછ્યા? બા હાથી ના કાઈ સમાચાર આવ્યા હાથી સાજો થઈ ગયો , હાથી ડાહ્યો થઇ ગયો ,હાથી શાંત થઇ ગયો મારીબા એ નિસાસો નાખતા કહ્યું હાથી કાયમ માટે શાંત થઈ ગયો, બા ..તને આસમાચાર કોણે આપ્યા, બાએ કામ કરતા કરતા કહ્યું દાના બાપા પોલીસના ઘેર થી
આવ્યા દાના બાપા અમારા જુના પાડોશી ,પોલીસ માં હોવાને લઇ તેની પાસે સત્તાવાર જ માહિતી હોય...
હાજી હું બાવળ નું દાતણ ચાવી ને તૈયાર કરું ત્યાં બાબલા (દાના બાપ નો દીકરો જે માર કલાસ માં સાથે ભણતો તે વકીલ થઈ જસદણ નામી વકીલ તરીકે સ્થાઈ થયા બી. ડી. મકવાણા તરીકે પ્રસિદ્ધિ હતા)નો અવાજ આવ્યો ગુણા હું અને ગિધો (ગિરધર અંકલેશ્વરીયાતે પણ મારા કલાસ માં હતો અને પાડોશી પણ ખરો) હાથી જોવા જઇએ છીએ તારે આવવું છે? મેં કાચું પાકું જેવું તેવું દાતણ કરી ઉલ ઉતારી કોગળા કરી ચા પાણી કે નાસ્તો કર્યા વગર ત્રણે મિત્રો તીનબત્તી ચોક થઈ જુના પાંચ પીપળા રોડ પર થી પગપાળા નીકળ્યા બાબલા એ દાનબાપા પાસે થી સરધારપુર ની પાતાળિયા વાડી નું પાકું સરનામું લીધેલ અમે તેની આગેવાની માં ચાલતા હતા થોડુ ચાલ્યા હોઈશું ત્યાંતો અમારી સાથે માનવ પ્રવાહ ભળતો ગયો જાણે ગિરનારની પરિક્રમા કે અંબાજી ની પદ યાત્રા.. જાણે જેતપુર ની પ્રજા હાથીને છેલ્લી શ્રદ્ધાંજલિ આપવા જતા હોય તેવું દ્રશ્ય હતું દરેક ના મનમાં વિશાદ હતો ..!!ખોટું થયું.. બહુ ખોટું થયું..!!!ગણપતિ ના પવિત્ર સ્વરૂપ નું હનન થયું.. !!! અમે આમાનવ પ્રવાહના દુઃખદ વાતાવરણ અને એક સ્વજન ગુમાવ્યા ની અનુભૂતિ અનુભવતા ક્યારે હાથીના અંતિમ શ્વાસલીધાની સરધાર પુર ની સીમ માં જગ્યાએ પોહચ્યા ચરે બાજુ માણસો માણસો જ હતા એક કણબી ની વાડીમાં શેરડી ના વાડ માં ખેદાન મેદાન કરી શાંત રીતે આરામ કરતો હતો ત્યારે પ્રશાસને બોલાવેલ S.R.P. ના જવાન હાથી થી રક્ષણ માટે તૈયાર હતા.. જ્યારે હાથી શાંત થઈ ગયો હતો નીરઉપદ્રવી થયો હતો ત્યારે પાટનગર થી ઉપરી નો આદેશ હતો પાગલ હાથી ને શૂટ કરો પ્રજાને ભય મુક્ત કરો નાછૂટકે કમને ફરજ પાલન રૂપે જવાને પોતાનું કર્મ નિભવ્યું.. શાંત હાથી નો ભોગ લેવાયો..
અમે સૌ હાથી ને વંદન કરી પ્રાર્થના કરી પરત ફરિયા ત્યારે સૌ ના મોઢા પર સ્વજન ગુમાવ્યા ની ઘેરા વિષાદ ની રેખા સ્પષ્ટ વર્તાતી હતી..
અમે વિદાય લીધી ત્યારે હાથીને સમાધિ દેવાની શાસ્ત્રોકત વિધિ શરૂ થઈ ગઈ હતી..
વળતા એકજ વિચાર આવતો રહ્યો કે કહેવત છેકે
"હાથી જીવતો લાખનો મરેતો સવા લાખનો"પણ આજે ખોટી પડતી લાગી "હાથી જીવેતો લાખનો મરે ત્યારે ખાખનો" પ્રસાશને આંખે આખા હાથીને સમાધિ આપી માટી સાથે ભેળવી દીધો..
પ્રજાના મનમાં ડર હતો કે હવે જેતપુર નું અહિત થશે ત્યારબાદ ઉપર ઉપરી ત્રણ વરસ નબળા થયા ત્યારબાદ ત્યાં કણબી ની વાડી માં મંદિર કરી પૂજા અર્ચના કરવામાં આવી ત્યારબાદ જેતપુર નું શુભ થયું
એવી લોક વાયકા છે..
-------ગુણવંત ધોરડા
જેતપુર

No comments:
Post a Comment