અમે આખે આખી ટોળકી એ મોટભગે
પંડ્યા પ્રાયમરી સ્કૂલ માંથી , તો અમુક મુખ્ય તાલુકા શાળા માંથી કમરીબાઈ હાઈસ્કૂલ માં આઠમા ધોરણ માં પ્રવેશ મેળવ્યો અમારી ટોળકી માં હું ગુણો (ગુણવંત ધોરડા), બકલો(રમેશ પટેલિયા) પતુ (પ્રદીપ ધોરડા) નાનકો( મહેન્દ્ર દોમડિયા) મોટો(રાજુ દોમડિયા), ફૂલો (ચંદ્રકાન્ત ઠુમર) રોહિત પટેલ , બાબો (બાબુલાલ મકવાણા), ગિધો(ગિરધર અંકલેશ્વરીયા) ગોધો (ગોરધન નાળિયાધરા) રવજી (રવજી વેકરિયા).. ઈશુંબ (યુસુફ બેલીમ).. કાબુલી (હરસુખ ઠુમર)..
4 વાગે ને બધા ચારે બાજુ થી ભેગા થવા માંડે.. અમારી રમતો ની સિઝન રહેતી , અમુક સમય કોડી, કાચની લખોટી (ઠેરી) તો અમુક સમય સિગારેટના ખાલી ખોખા દરેક બ્રાન્ડ ના ખોખા ની કિંમત સામુહિક નક્કી થતી બહુ પ્રચલિત હોય તેની ઓછી તાજ છાપ, ચારમીનાર ,હનીડયું, નેવીકટ કેવેન્ડર, 5 થી 20 નક્કી થાય બરકલી ઓછી મળે એટલે 40 ગણાય વિલ્સ ના 50 ગણાય તો ગોલ્ડ ફ્લેક ના 80 ગણાય જે બહુ પ્રચલિત ના હોય તેને નવીન્યુ કહેતા તેની કિંમત બહુજ ગણાતી.. નક્કી કરેલી કિંમત ના બધાયે ખીખા કાઢી બધા ભેગા કરી ધૂળ માં નક્કી કરેલ જગ્યા એ ઉભા ગોઠવી બંને બાજુ ધૂળ નો સ્પોર્ટ આપવાનો ત્યારબાદ પાકીને વારો નક્કી કરવો, અમુક જગ્યાએ પઠું બનાવી ત્યાંથી ચોરસ પથ્થર કે લોઢાની છીપર થઈ ખોખા પડે તે તેના.. આવી કોડી, કાચની લખોટી અમે તેને ઠેરી કહેતા,
ખીલા ખુચામણી, પતંગ, મોઇદાંડિયા, ઘો -પરી -મૂછ, મીની- ઠેકામણી,જેવી અનેક વગર ખર્ચ ની રમતો રમતા..
![]() |
| Paida- playing with wheels |
બાળપણ માં અમે રમતા ઝઘડતા એક બીજા સાથે બોલતા પણ નહીં અબોલા રહેતા છતાં રમતા સાથે જેની સાથે અબોલા હોય તેને એમ કહેતા કે એ મારો "છાવો" છે પરંતુ આટલા વર્ષે હજી પણ છાવાનો અર્થ મને સમજાયો નથી આશબ્દ ની જણસ અમારી ટોળકી જ હતી, આશબ્દ નો અર્થ ગુજરાતી શબ્દ કોષ માં પણ કદાચ નહીં હોય.. અમારી ટોળકી માં ગરીબ -આમિર, નાત-જાતકે કોઈ ધર્મ ના ભેદભાવ નહીં.. બધા એક જોતરે હાલે. પરિસ્થિતિ મોટાભાગ ની સામન્ય પણ સંસ્કાર ઊંચ વર્ગ ના. એ માં કોણ જાણે ,અમારી ટોળકી માં ગોધો બીડીનો બંધાણી થયો, જુગાર પણ રમતો, આ અવસ્થામાં આબધાં વીરતા ના કામ લગતા અમે બધા ની વીરતા જોઈ પ્રભાવિત થતા, પણ બીડી પીવાની કોઈ સભ્યએ પ્રયત્ન ના કર્યો ,પરિવાર ની બીકે હિંમત ન કરતો, ધીમે ધીમે ગોધો ચોરીને રવાડે ચડ્યો શરૂઆત કોડી, ઠેરી, ખિસ્સામાંથી પૈસા છાના માનાં કાઢી લેવા,હિંમત વધી એક રાત્રે પડોસી ના ઘર માં કોઈ ના હતું ત્યારે ચોરી કરી, પોલીસ ફરિયાદ થઈ,તાપસ અધિકારીએ ગોધાને પકડ્યો પોલીસસ્ટેશને લઇ ગયા ,
સગીર હોય બાળ-અદાલત માં કેસ ચાલ્યો, અમુક મહિના ની સજા થઈ, ભણવા નું અધૂરું મૂક્યું , પરિવાર સાથે ખેતી કામ ચાલુ કર્યું. પણ રમવાનું અમારી સાથે ..
![]() |
| Nagoal |
બાળ-અદાલતની સજા ભોગવી આવ્યો પછી જાણે બહાદુરી નું કામ કરી આવ્યો.બાળઅદાલત ની જેલની વાતો કરે પોતે ત્યાં પણ ગમે તેને માર મારીલેતો ,મૂછો તો હજી ઊગી ના હતી છતાં મૂછે તાવ દઈ અમને બધાને પોતાની બહાદુરી ની વાતો કરતો,અમેબધાં તેની આભ માં અને પ્રભાવ માં આવી ગયા..ધીમેધીમે અમારી બધા પર તેની ધાક કે રોફ કે નરી દાદાગીરી ચાલુ કરી ,ગોધો અમારો બધાનો ધરાર બોસ બની બેઠો..
અમે પતંગ નો માંજો બધા સાથે મળી ને પાયે ઠેરી વાળી સોડા બાટલીનો કાચ ખાંડી તેમાં ચપડી ગુંદર ફેવિકોલ નાખી એક ઈંડુ નાખી, અલગ અલગ કલર પણ નાખીએ.. કોઈ v.p.p.(વાંજા પરસોતમ પ્રાગજી)લોકલ બ્રાન્ડ બાકી ઊંચી જાતની ડોકા બ્રાન્ડ, સાંકળ બ્રાન્ડ પણ કોઈ લેતા ગોધાનો પસંદ પડે તે ગોધો ઉપડી લે અમારાથી કોઈથી કાઈ ન બોલાય, બીજો વિકલ્પ જ નહીં પછી ભાગે પડતા પૈસા ભેગા કરી જેની રીલ લીધી હોય તેને બીજી લઈ આપતા....
માજા તો ત્યારે પડતી ગોધા સાથે સામુહિક વેર વાળવાની રીત અમે શોધી કાઢી ,અમે બધા ભાદર કેનાલે નાહવા સાથે જાયે ,ગોધો પણ હોય, અમે બધા વારાફરતી નાહતા -નાહતા ડૂબકી મારીયે ત્યારે પાણી બહાર નો અવાજ ના સંભળાય એટલે વેર વાળવા માટે ગોધો ડૂબકી મારે ત્યારે અમે કહીયે કે ગોધા તું ડૂબકી મારી અમે કહીએ તે તું ના બોલી શકે તું તારું નામ નહીં બોલી શકે.. બોલ જે ગોધો ,બહાદુરી બતાવતા કહે હું બોલી શકું ..એટલે અમે કહીએ કે તું ગોધો બોલી બતાવ, જેવો ગોધો ડૂબકી મારે એટલે અમે એકી સાથે બોલીએ કે દુનિયા નો મહા મૂર્ખ કોણ ...? ગોધો બહાર મોઢું કાઢી મોટે થી બોલે ગોધો... તું ગોધો બોલ્યો પણ બકલો ના બોલી શકે.. હું બોલી દવ.. નો શુ બોલાય.. અમે બધા જેવી ડૂબકી મારે કે બોલીએ કે તને નાગો પુગો ગામમાં ફેરવે કોણ..? બહાર ડોકું કાઢી તરતજ બોલે બકલો અને અમે બધા તાલી પડી રાજી થઈએ.. પણ ગોધો સમજે કે હું બોલી ગયો એની તાલી પાડે છે રમત (ઘટના)એક પણ આનંદ હારનાર અને જીતનાર બન્નેને.. આવી રમત થી વારાફરતી બધાના નામ લઈ ગોધા સાથે વેર વાળવા નો આનંદ લેતા..
અમે રમતા હોયતો ધરારી થી નવેસર થી રમત ચાલુ કરાવે,તેમાપણ અંતિમ નિર્ણય ગોધાનો તે પણ પોતાની તરફ નો ,હારેલ બાજી પણ પોતાની ફેવરમાં જીતેલ બતાવે,અમારે બધાએ માન્ય રાખવી ગોધાનો ત્રાસ દિવસે દિવસે વધતો ચાલ્યો.. બધા તેનાથી ત્રાહિમામ પોકારી ગયા તેનો બહિષ્કાર કરવા ની કે સામુહિક "છાવો' બનાવની પહેલ કોણ કરે..?
તેનો ઉકેલ કોણ કાઢે, ? એકદિવસ તેનો ઉકેલ અમને ડાયમન્ડ ટોકીઝ માંથી મળ્યો અમે બધા મિત્રો સાથજ ફિલમ જોવા જતા હતા, ત્યારે ડાયમન્ડ માં ફિલ્મ ચાલુ થાય તે પહેલાં ત્રણ ચાર જાહેરાત ની ફિલ્મો હોય ન્યુઝ રીલ હોય, જાહેતાંત માં ખાસ વિકો ટરમરીક ,દંત મંજન,અને બોર્ન વિટા ની જાહેરાત તો કાયમ હોય જ બોર્નવિટા ની જાહેરાત માં દારસિંગ-કિંગકોંગ ની કુસ્તી બતાવે શરૂઆત માં દારાસિંગ કિંગ કોંગ સામે હારી જાય, ત્યારબાદ દારાસિંગ એક ગ્લાસ દૂધ સાથે બોર્નવિટા પીવે ફરીથી કુસ્તી લડે, દારાસિંગ જીતે બેકગ્રાઉન્ડ માં અવાજ આવે ચુસ્તી,સ્ફૂર્તિ, શક્તિ નો સંચાર બોર્નવિટા...આજાહેરાત અમે બધાએ અને ગોધા એ પણ જોઈ ..અમારી સાથો સાથ ગોધો પણ આજાહેરાત થી પ્રભાવિત થયો,અમે જ્યારે ફિલ્મ જોઈ બહાર આવ્યા ગોધા એ, પૂછ્યું આ " મોહનવિટા "બવું મોંઘુ આવતું હશે , આપણા જેવાતો પી નશકે..!!!
અમારા બધાના મગજ માં એક ચમકારો સાથેજ થયો આપણી સમશ્યા નું નિરાકરણ આબોર્નવિટા અને ગોધો જેને "મોહનવિટા" કહે છે તેમાંજ છે..અમે બધાએ એક પ્લાન બનાવ્યો કે ગોધા ના મન માં બોર્ન વિટા નો પ્રભાવ છે તે કાયમ રહેવા દેવો તેને સતત જીવતો રાખવો અમે બધા હાલત ચાલતા ગોધાની હાજરીમાં બોર્નવિટા પીવાની ચાલુ કરયુ, તે કર્યું ..મેં કર્યું તેમ કરતા કરતા અમે બધા બોર્ન વિટા પી અને તાકાત વાળા બની ગયા છીએ. એક માહોલ ગોધા માટે ઉભો કર્યો અને નક્કી કર્યું કે હવે ગોધો દાદાગીરી કરી એટલે બધાએ એક સામટુ ચોંટી પડવું.. થોડા દિવસ ગોધો શાંત રહ્યો પરંતુ બોસપણું અંદર થી હજી ગયું ના હતું ,ઉછાળા મારે પણ બોર્ન વિટા નો ડર લાગે પણ એક દિવસ બોસપણું બોર્ન વિટા પર હાવી થયું દાદાગીરી થી બકલા પર હાથ ઉગામ્યો ,અમારા બધાંના પંડમાં બોર્ન વિટા નો ઓતાર એક સાથે આવ્યો , સામુહિક હલ્લો થયો ગોધો ગભરાયો, મોટે મોટેથી શરણાગતિ સ્વીકારતો હોય તેમ રાડો પાડતા પાડતા કહે તમે બધા પૈસા વાળા ના દિકરાવ મને " મોહનવિટા" પીઈ ને મારો, હું "મોહનવિટા" નથી પીતો એટલે તમે દાદાગીરી કરો.. તે દિ ની ઘડી ને આજનો દિવસ ગોધો કોઈ દિવસ કોઈ ની હરે ઝગડીયો હોય તેવું સાંભળ્યું નથી.. મોહન વિટા થી બે સારા પરિણામ મળ્યા એક અમારો ભય દૂર થયો અને ગોધાનું જીવન સુધરી ગયું સરળ અને સારા નાગરિક તરીકે પ્રસ્થાપિત થયો.... તીનબત્તી ચોક માં ભાગીદારી કરી સફળ વેપારી તરીકે પ્રયાસ કર્યો.. પણ પોતાના ભોળપણ ને લઈ દુકાન બંધ કરી , ફરીથી પરિશ્રમ કરી મહેનતકસ માનવી તરીકે આજે એક નીતિમત્તા વાળું નિવૃત જીવન ગાળેછે..
તે દિવસ થી ખબર પડી કે આપણ ને એક કાલ્પનિક ભય (ફોબિયા)જ આપણ ને ડરાવે છે જો ડર ગયા સમજો મર ગયા.. કોઈ પણ સમશ્યા
સામુહિક રીતે સફળતા પૂર્વક તરતજ ઉકેલાય છે પછી તે કોરોના.. કોવિડ19.. કે ગોધો કેમ ના હોય..!!!
-------ગુણવંત ધોરડા
જેતપુર
22 એપ્રિલ 2020
નોંધ--આસાથે બે ફોટોગ્રાફ .
એક સ્વેત શ્યામ 1977-78-79 બોસમિયા કોલેજ જનરલ સેક્રેટરી તરીકે.. સંબોધન
બીજો કલર ફોટોગ્રાફ દ્વારકા મુકામે આંતરરાષ્ટ્રીય ફેડરેશન ની મિટિંગ માં ફેડરેશન ના સેક્રેટરી તરીકે સંબોધન



No comments:
Post a Comment