વાત તો આજ માંડવી છે લગભગ 55 વરસ પહેલાની એટલેકે 1966 થી 1970 વચ્ચે ના ગાળા ની અમારી આખી ટોળકી હું (ગુણો) , પત્યો ,(પ્રદીપ ધોરડા ) ,બકલો (રમેશ પટેલિયા ), રોહિત. (રોહિત પટેલ ),ગિધો (ગિરધર અંકલેશ્વરીયા), નાનકો (મહેન્દ્ર દોમડિયા) અમે બધા હાઈસ્કૂલ ના 8 માં ધોરણ થી N.C.C.જોઈન્ટ કર્યું ,આ જોઈન્ટ કરવા પાછળ નું કારણ શારીરિક બાંધો મજબૂત કરવો,લશ્કરી તાલીમ નું જ્ઞાન મેળવવું, તે બધા થી ઉપર જો કોઈ કારણ હોયતો તે પારલે બિસ્કિટ ,
![]() |
| With my childhood friend Rohit Patel |
થોડો સમય અમે હરખે હરખે શિસ્તબદ્ધ રીતે સવારે 5 વાગ્યે ઉઠી 6 વાગ્યે પરેડ માં સ્કૂલ ના મેદાન માં પોહચી જઈએ , પણ કારીયા સાહેબ કાયમ દસ પંદર મિનિટ મોડા આવે..એ દરમ્યાન ધીગામસ્તી ચાલુ હોય , ધીમે ધીમે શિસ્ત નો માહોલ નષ્ટ થતો ગયો તે ખબર ના પડી.. ધીંગામસ્તી ઘર બહાર નીકળતા જ ચાલુ થઈ ,પ્રકાશ નિવાસ ના ખૂણે સમયસર બધા ભેગા થયી સાથે નીકળીએ, શિયાળા ના દિવસો કડ કડતી ટાઇઢ, અમારા વિસ્તાર માં ખોડપરા માં બધા વહેલા ઉઠે ,તે દિવસો માં ગેસ ના ચૂલા હજી આવ્યા ન હતા, ઘેર ઘેર સગડી ની પ્રથા હતી બધા ના ઘર ની બહાર એક એક સગડી ,ઘરમાં કાચા કોલસાનો ધુમાડો ના થાય એટલે રસ્તા પર બધા ડેલી સામે મૂકી રાખે, અમને બધા ને ઠંડી લગે એટલે તાપવા સગડી પાસે બેસી તાપી આગળ જાયે, બધી સગડી ઉપર તાપીએ ,તાપ સરખો કરવા ભાભી, બેન કે કાકીએ જે સગડી સરસ રીતે કોલસા થી ગોઠવી હોય તેને અજાણતા વીખી નાખીએ, બધાને ચા- પાણી નાસ્તો બનાવવામાં મોડું થાય અમને બધા પકડાયા ઢોલ ધપાટ થઈ ,એમને થોડું વધુ પડતું ખીજાયા ..
બીજે દિવસે અમારા મનમાં શુ કમત સુજી કે હવે આબધાને યાદરાખી તેમને હેરાન કરીનાખીએ.. એટલે અભિયાન "પીડનવૃત્તિ" નો આરંભ કર્યો, વહેલી સવારે જે પહેલી સગડી આવે તે બે જણા સગડીના નાકા કે કડા થઈ ઉપાડી બીજી સગડી દેખાય ત્યાં મૂકી બીજી સગડી ઉપાડીયે જે ત્રીજી પાસે મૂકીએ આમ ખોડપરા મેઈન રોડ ઉપર શંકર ની દહેરી સુધી બધા ઘરની સગડી એક એક ઘર આગળ એવું ચાર પાંચ દિવસ ચાલ્યું પરામાં ચાણભણાટ ચાલુ ,અમે મૂંગા મંતર અફવા ફેલાણી કે આપણા વિસ્તારમાં ભૂત કે પિશાચ આવી બધા ની સગડી એક એક ઘર આગળ મૂકી આવે છે.આવી અફવા અમારામાંથી કોઈકે ફેલાવી હતી તે બાદમાં ખબર પડી, ઊંડી તપાસ કરવાની વાત ની ખબર પડી, એટલે બીકમાં ને બીક માં આ કારસ્તાન પડતું મૂક્યું,...
નવું કારસ્તાન ચાલુ કર્યું 55 વરસ પહેલાં ગેસ ના હોવાને કારણે કેરોસીન નો ઘર ઘરમાં ચૂલો સળગા વવાથી લઇ પ્રાયમસ સુધી જરૂર રહેતી, તેની અછત પણ રહેતી મહિને પંદર દિવસે સરકારી ધોરણે ફેરિયા ને ક્વોટા પ્રમાણે ઘાસલેટ મળતું,એટલે તે ફેરિયા એક વિશિષ્ટ અવાજ કાઢી વેચવા નીકળતા ખાસ કરી બપોરે સુવાના સમયે, ફેરિયા વેચવા નીકળતા, અમે બધા આફેરિયા ના અવાજ ની નકલ કરતા ,એ...એ.. ઘા.. સ... લેટ.. એવા અવાજ બેત્રણ દિવસે બપોરે સુવા ટાઈમે અલગ અલગ શેરી માંથી કાઢીએ ઘાસલેટ વાળા નો અવાજ સાંભળી બધી કાકી, ભાભી બહાર નીકળી અમને પૂછે કે ઘાસલેટ વાળો ક્યાં ? અમે કહીયે પટેલ પા બાજુ,એ બિચાડી તે બાજુ દોડે.. ત્યાંથી બીજો છોકરો હોય તેને પૂછે કે તે ઘાસલેટ વાળા ને જોયો? ત્યાં પાવર હાઉસ બાજુ થી અવાજ આવે,, એ,. એ.. ઘા..સલેટ... આમ બિચારી ચૈત્ર વૈશાખ ના ધોમ ધકતા તડકા માં હેરાન થાય તે નો સામુહિક આનંદ લઇ બીજા ના દુઃખ માં સુખ શોધી પરપીડા નો આનંદ લેતા..!!!
તો વળી કયારેક 9 થી 12 માં ફિલમ જોવા ગયા હોએતો ..તે સમયે ભણતર ધીમે ધીમે વધતું જતું હતું કોઈ B.A. ,B.Com કે B.Sc થયા હોય કોઈ વળી હોદ્દા નો ઉલ્લેખ કરતા, તે નેઇમ પ્લેટ ડેલીએ કે બેઠક ના દરવાજે મારતા અમે 12 વાગ્યા પછી શો છૂટ્યા બાદ ઘેરે જાતાહોય ત્યારે કોઈ ની નેઇમ પ્લેટ વંચાય કે વિનોદ દવે એટલે એની નિંદર બગડીજ સમજો, નેઇમ પ્લેટ માંથી નામ જાણી. ડેલી નો આગડીયો ખટ ખટાવી બૂમ મારીએ વિનોદભાઈ એ વિનોદભાઈ ...જેવો અંદર થીઅવાજ આવે ...કોણ...?એટલે એક જાણો બોલે એ...હું.. , હું એટલે કોણ?.. બહાર આવો તો ઓળખી શકો જેવી લાઈટ થાય કે આખી ટોળકી છું મંતર... આમ એક બે જાણ ની નિંદર બગડી અમે પર પીડાનો આનંદ લઈ આરામ થી સુઈ જતા વહેલું પડે સવાર..
તો વળી ક્યારેક ઉનાળાના ધોમ ધખતા તાપ માં પશુ પંખીસૌ પોતપોતાની જગ્યાએ આરામ થી બેઠા હોય માનવ માત્ર ગરમીમાં પોતાના ઘેર પછેડી ઓઢી સૂતો હોય "ચોરની માને કાંધ પરણે" તેવા સમયે ચકલું પણ ના ફરકે તેવા સમયે. કોઈ ના પાણી નિકાલ ના ભૂંગળા માં મોટે થી અટહાસ્ય કરી જે વ્યક્તિ નિરાંતે સુતા હોય તેની ઊંઘ માં ખલેલ પડી પરપીડન વૃત્તિ નો વરવો આનંદ લેતા..
મોટપણે સમજાયું કે વૈષ્ણવ જન તો તેનેરે કહીયે જે પીડ પરાઈ જાણે રે...
પણ બાળપણ માતો એજ માજા કહો, અજ્ઞાતા કહો,કે બાળસહજ વૃત્તિ કહો તે "બાળપણ તો તેને રે કહીયે જે પીડ પરાઈ માણે રે.."..
નોંધ...આજ મોટપણે ખબર પડી કે નાનપણ માં જે કરતા હતા મજા માટે કે વેરવૃત્તિ સંતોષવા માટે કરતા હતા..તે ભૂલ હતી તે ભૂલ ના પ્રાયશ્ચિત રૂપે આજે કોઈ બાળક આવી મજાક કે મશ્કરી કે હેરાન ગતિ કરે ધમાલ મસ્તી કરે ત્યારે તેને શિક્ષા કરવાનું મન ના પાડે છે..કોઈ વડીલ ધમકાવે કે શિક્ષા કરે ત્યારે હું બાળકો નો પક્ષ કે તરફદારી કરું છું ....
----ગુણવંત ધોરડા
જેતપુર
24 એપ્રિલ 2020 શુક્રવાર


No comments:
Post a Comment